પ્રજાપિતા બ્રહ્માકુમારીના હેડ 93 વર્ષના દાદી હ્રદયમોહિનીનું નિધન, મુંબઈની સૈફી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 15:54:50
  • Views : 236
  • Modified Date : 2021-03-11 15:54:50

    પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના હેડ રાજયોગિની દાદી હ્રદયમોહિની ગુરુવારે દેવલોક પામ્યા છે. 93 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની સૈફી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. એર એમ્બ્યુલન્સની તેમના પાર્થિવ દેહને બ્રહ્માકુમારીના આબુ રોડ પર આવેલા આંતરરાષ્ટ્રીય મુખ્યાસય શાંતિવન લઈ જવામાં આવશે.

    12 માર્ચે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શાંતિવનમાં રાખવામાં આવશે. 13 માર્ચે સવારે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર એકેડમીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દાદીના નિધનથી છત્તીસગઢના રાજ્યપાલ અનસુયા ઉઈકે અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિત ઘણાં લોકોએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે.બ્રહ્માકુમારીના સુચના નિર્દેશક બીકે કરુણાએ જણાવ્યું કે, રાજયોગિની દાદી હ્રદય મોહિનીજીનું સ્વાસ્થ્ય થોડા સમયથી ઠીક નહતું. મુંબઈની સૈફી હોસ્પિટલમાં એમની સારવાર ચાલતી હતી. તેમના નિધનના સમાચારથી ભારત સહિત વિશ્વના 149 દેશોમાં આવેલા સેવા કેન્દ્રોમાં શોકની લાગણી પ્રસરાઈ ગઈ છે. તે સાથે જ બ્રહ્માકુમારીના આગામી કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એક વર્ષ પહેલાં દાદી જાનકીના દેવલોક થયા પછી તેમને મુખ્ય પ્રશાસક પસંદ કરવામાં આવ્યા હતા.


Download Our B K News Today App



Related News