સિનિયર સિટીઝન કાઉન્સિલ પાટણ દ્વારા બ્લડ બેંકના પૂર્વ ચેરમેનનું સન્માન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-30 12:22:59
  • Views : 421
  • Modified Date : 2019-05-30 12:22:59

 સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે પાટણ બ્લડ બેંકના પૂર્વ ચેરમેન મોદી રમેશભાઈ શંકરલાલનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોદી રમેશભાઇએ જણાવ્યું હતું કે બ્લડ બેન્ક દ્વારા જે લોકોને બ્લડની જરૂર પડે છે તેને પાટણ બ્લડ બેન્ક દ્વારા ખૂબ જ ઓછા ચાર્જ સાથે બ્લડની સેવા પૂરી પાડવામાં આવે છે તથા આ બ્લડનું બારીકાઈથી નિરીક્ષણ કરી બ્લડ ડોનેટ કરવામાં આવે છે .આ પ્રસંગે રમેશભાઈ ઘી વાળાનું સંસ્થા વતી પ્રમુખ શંકરભાઇ પટેલ દ્વારા શાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાસ્તાના દાતા એવા સોની ભાઈલાલભાઈ મફતલાલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતમાં બનેલ દુઃખદ ઘટનાને સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. કાઉન્સિલના સભ્ય એવા સ્વ. પટેલ હીરાલાલ લાલાભાઈ ને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમ નું સફળ સંચાલન મૂળશંકરભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમની શરૂઆત  નૈલેશભાઈ પરીખ દ્વારા પ્રાર્થના કરીને કરવામાં આવી હતી આભાર વિધિ ઉષાબેન બુચ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યો હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News