અમદાવાદમાં ભાજપના યુવા નેતા પર AAPના કાર્યકરો દ્વારા હુમલો

  • Published By :
  • Published Date : 2022-09-13 16:34:47
  • Views : 204
  • Modified Date : 2022-09-13 16:34:47

અમદાવાદના ભાજપ ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના કાર્યકર્તા પવન તોમરના ઘર નજીક રાઉન્ડ પર આવ્યા હોવાની માહિતી મળી રહી છે. વોર્ડના નાગરિકોને ઉશ્કેરતા હોવાના ભાજપના આક્ષેપ છે.ભાજપના કાર્યકર્તા પવન તોમરે આમ આદમી પાર્ટીના કાર્યકરોને મનાઈ કરતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. પવન તોમરના કાર્યાલય ઉપર જઈને હુમલો કર્યો. પવન તોમરને શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભાજપ નેતાને છરીના ઘા મારતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુવા નેતાના કાર્યકરો પણ હોસ્પિટલમા હાજર છે. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ પણ હોસ્પિટલ પહોંચ્યા છે.ભાજપના પ્રવક્તા ડો. યજ્ઞેળ દવેએ જણાવ્યું હતું કે, તમારા માધ્યમથી આ સમાચાર જાણ્યા. પ્રશાંત કોરાટ પણ ત્યાં પહોંચ્યા છે. આપ હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. આપના સાહિલ ઠોકોરે ભાજપના પવન તોમર પર છરીથી હુમલો કર્યો છે. ગુજરાત એક શાંત રાજ્ય રહ્યું છે. આ તદ્દન ગેરવ્યાજબી છે. આ ગુજરાતની પરંપરા નથી. એ રાજ્યને બદનામ કરવા માટે આવા લોકો મેદાનમાં પડ્યા છે. ગુજરાતને બદનામ કરવા માટે આવી રાજનીતિ રમાઇ રહી છે.

Download Our B K News Today App



Related News