ભાજપ ફરી સત્તામાં આવશે: નાના પાટેકર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-27 09:13:25
  • Views : 114
  • Modified Date : 2023-12-27 09:13:25

નાના પાટેકર ભારતીય સિનેમાના લિવિંગ લીજેન્ડ છે. તેને ઈન્ડસ્ટ્રીમાં જોરદાર કામ કર્યું છે. તે અવારનવાર ફિલ્મો પર બોલે છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને પોતાના મંતવ્યો પણ સામે રાખે છે. તે ઘણા સામાજિક મુદ્દાઓ અને પોલિટિક્સ પર પણ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. તેની કોઈપણ ફિલ્મ ચર્ચામાં હોય કે ન હોય, તે ચર્ચામાં રહે છે. તેની પાછળનું કારણ તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનો છે. તેને બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ આવું જ એક નિવેદન આપ્યું છે.એક ઈન્ટરવ્યુમાં નાનાને પૂછવામાં આવ્યું હતું કે આવનારી લોકસભા ચૂંટણી અંગે તેનો શું અભિપ્રાય છે? તેના પર તેને કહ્યું કે દેશ પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી. તેના મતે નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાનની ખુરશી પર બેસશે. તેમના શબ્દો હતા.આગામી ચૂંટણીમાં ભાજપને 350-375 સીટ મળશે અને ભાજપ ફરી સત્તામાં આવશે. ભાજપ દેશમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. તેથી 2024માં આવનારી ચૂંટણીમાં ભાજપને જરૂર સફળતા મળશે અને નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બનશે. દેશ પાસે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.નાના પાટેકરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ હતી. તેને ‘કાશ્મીર ફાઈલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ બનાવ્યું હતું. આમાં નાના પાટેકર સાથે પલ્લવી જોશી અને ગિરિજા ઓક મુખ્ય રોલમાં હતા. ફિલ્મમાં નાનાનું કામ પસંદ આવ્યું હતું, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મ ખાસ કમાલ કરી શકી ન હતી. થોડા દિવસો પહેલા નાના પાટેકરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં નાના પાટેકર એક છોકરાને મારતા જોવા મળ્યા હતા. પરંતુ ટીકા શરૂ થયા બાદ નાના પાટેકરે પોતે જ એક વીડિયો પોસ્ટ કરીને માફી માંગી હતી અને કહ્યું હતું કે આ ઘટના ફિલ્મના એક સીનના શૂટિંગ દરમિયાન બની હતી. આવનારા સમયમાં નાના પ્રકાશ ઝા દ્વારા ‘લાલ બત્તી’ નામની વેબ સિરીઝમાં જોવા મળશે. આમાં તેની સાથે જીશાન અયુબ લીડ રોલમાં જોવા મળશે.

Download Our B K News Today App



Related News