ડીસામાં 100 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી સી.આર પાટીલ સાહેબે કર્યું લોકાર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-20 11:18:09
  • Views : 239
  • Modified Date : 2022-06-20 11:18:09

 

અત્યાધુનિક હોસ્પિટલ રાજસ્થાન સહીત ગુજરાતમાં ઉત્તર ગુજરાતનાં તમામ જરૂરિયાત મન્દ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે - શ્રી સી આર પાટીલ

 

પાંચ વર્ષ સુધી પ્રજાને યાદ નહીં કરનાર જીગ્નેશ મેવાણી ને પાણી માટે બોલવાનો અધિકાર નથી વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈએ ગુજરાતની જનતાને માગ્યા વગર એમની જરૂરિયાત પૂરી પાડી છે- પાટીલ સાહેબ

 

આ પ્રંસગે અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલ રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાંવાડીયા,ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ,શ્રી નૌકાબેન પ્રજાપતિ બનાસડેરી ચેરમેનશ્રી શઁકરભાઈ ચૌધરી, કાંકરેજ વિધાયકશ્રી કીર્તિસિંહ વાઘેલા ડીસા વિધાયકશ્રી શશીકાંતભાઈ પંડ્યા, બનાસકાંઠા પ્રભારીશ્રી નંદાજી ઠાકોર, શ્રી સુરેશભાઈ શાહ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખશ્રી ગુમાનસિંહજી ચૌહાણ, મહામંત્રી શ્રી ડાહ્યાભાઈ પિલિયાતર,સહીત  ધારાસભ્યો, જિલ્લા પંચાયત સદસ્યગણ, ભાજપ જિલ્લા કાર્યકર્તાઓ સહીત ડીસા મેડિકલ એશોસિએશન નાં તમામ ડોક્ટરગણ હાજર રહ્યાં હતા.

 

આ 100 બેડની અત્યાધુનિક હોસ્પિટલ રાજસ્થાન સહીત ગુજરાતમાં ઉત્તર ગુજરાતનાં તમામ જરૂરિયાત મન્દ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે તેવું જણાવી પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર પાટીલ સાહેબે હોસ્પિટલ મેનેજમેંટ અને જિલ્લા વાસીઓને અભિનઁદન આપ્યા હતા.પ્રદેશ પ્રમુખશ્રી સીઆર પાટીલ સાહેબે આ પ્રકારની માનવ સેવા કરતા તમામ સેવાધારીઓને બિરદાવ્યા હતા.અને મેડિકલ સેવા,અન્નદાન અને અંગદાન કરતા લોકો અને એનજીઓ નાં મન્ચ પરથી ભરપેટ વખાણ કરી આ સેવાસરવાની ની પ્રંશસા કરી ,આવી સેવા કરવાં સક્ષમ તમામ અન્યોને પણ સેવાની આવી સરવાની થકી માનવસેવા માટે આગળ આવવા અપીલ કરી હતી.તેઓએ માત્ર 3 રૂપિયામાં ઘી રોટલી સાથે નું પાકું ભાણું આપનાર ગુજરાત નાં અન્નદાતાની પણ પ્રંશસા કરી હતી,અને જણાવ્યું હતું કે આ અન્નદાતા નાં કોઠાર આજે પણ ભરેલા છે જો તમો સેવા યગ્ય કરશો તો દાતાઓ આપોઆપ જોડાશે અને માનવ કલ્યાણ ની જ્યોત પ્રજ્વલિત થતી રહેશે.દેશની તમામ ખાનગી હોસ્પિટલો માં પીએમ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને નિઃશુલ્ક મેડિકલ સહાય મળે છે તેવું જણાવી તેમને પ્રધાનમન્ત્રી મોદી ની આયુષ્માન ભારત યોજના થકી મોટાં ખર્ચના તમામ રોગો સામે નિઃશુલ્ક સારવાર યોજનાનું મહત્વ સમજાવ્યું હતું.અને આ યોજના થી ગરીબ દર્દીઓ ને થતાં લાભ માટે, દેશભરમાં આરોગ્યલક્ષી સેવાઓનું સતત અપડેટ્સ અને મોનીટરીંગ સાથે રાહત મદદરૂપ પીએમ મોદી નાં યોગદાન ને વધાવ્યું હતું..

જીગ્નેશ મેવાણી પાણી માટે રજૂઆત કરશે આ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભાજપા અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે જણાવ્યું હતું કે;પાંચ વર્ષ સુધી પ્રજાને યાદ નહીં કરનાર જીગ્નેશ મેવાણી ને પાણી માટે બોલવાનો અધિકાર નથી વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈએ ગુજરાતની જનતાને માગ્યા વગર એમની જરૂરિયાત પૂરી પાડી છે. બનાસકાંઠા તળાવો ભરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રયત્નશીલ છે અને ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ થશે.

Download Our B K News Today App



Related News