ગાંધીનગર અને થરા ખાતે ભાજપ ની જીત થતા ડીસામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-07 12:20:16
  • Views : 247
  • Modified Date : 2021-10-07 12:20:16

 

ગુજરાતમાં કોઈપણ ચૂંટણી હોય છે તે હંમેશા રસપદ રહેતી હોય છે ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પક્ષનો આગમન થતાં ચૂંટણીઓ રસપદ બની રહી છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા અને થરા ખાતે નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં મતગણતરી બાદ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા સમગ્ર ગુજરાતભરમાં ભાજપના કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી હતી ખાસ કરીને થરા ખાતે 24 ઉમેદવારોમાંથી ૨૦ ઉમેદવારો ભાજપના વિજેતા બનતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી હતી ત્યારે ડીસા ખાતે પણ ગાંધીનગર મહાનગરપાલિકા અને તારા ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા સાઈબાબા મંદિર આગળ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને ભાજપના વિજેતા બનેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News