થરા નગરપાલિકામાં બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાયો : સમર્થકોમાં ખુશીનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 13:01:48
  • Views : 249
  • Modified Date : 2021-10-06 13:01:48

 

બનાસકાંઠામાં થરા નગરપાલિકા ની ચૂંટણી માં ભગવો લહેરાયો છે અને કુલ ૨૪ માંથી ૨૦ બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે જ્યારે કોંગ્રેસે માત્ર ચાર બેઠક થી જ સંતોષ માનવો પડયો છે. ભાજપને ઐતિહાસિક જીત સત્તા જાળવી રાખતા કાર્યકરો માં ખુશીનો માહોલ છવાયો છે.

 

- થરા નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ જાહેર થયું

 

- થરા નગરપાલિકામાં ફરી એકવાર ભાજપે બહુમતી સાથે શાસન સંભાળ્યું

 

- થરા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના 20 અને કોંગ્રેસના ચાર ઉમેદવારો વિજયી બન્યા

 

- થરા નગરપાલિકામાં ભાજપનું શાસન આવતાં થરા માં ખુશીનો માહોલ

 

- થરા નગરપાલિકામાં ભાજપ સત્તા જાળવી

 

કાંકરેજ તાલુકા ની થરા નગરપાલિકામાં ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ થયું છે. થરા નગરપાલિકાની કુલ છ વોર્ડની ૨૪ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી યોજાય તે પૂર્વે જ વોર્ડ નંબર ત્રણ ની 4 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા થતા જ ભાજપ માટે સત્તા નો માર્ગ મોકળો બની ગયો હતો. ત્યારે 2 દિવસ અગાઉ થરા ખાતે યોજાઈ હતી.જેમાં મતદારોએ સારું મતદાન કરતા 73 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.ત્યાર બાદ ૨૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આજે ભાજપે ૧૬ બેઠકો પર જીત હાંસલ કરી હતી આમ ૨૪ માંથી કુલ ૨૦ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર ચાર બેઠકો પર જીત મેળવી સંતોષ માનવો પડ્યો હતો. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. આમ થરા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં રકાસ નીકળી ગયો છે.

 

- કાર્યકરોમાં ખુશીનો માહોલ

 

  થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતથી કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સત્તા જાળવી રાખવામાં સફળ થતાં જ કાર્યકરો માં ખુશી નો માહોલ છવાયો હતો. આ અંગે ભાજપના વિજેતા બનેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે થરા મતવિસ્તારના લોકોએ ફરી એકવાર ભાજપના ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂકી જંગી બહુમતીથી વિજય બનાવ્યા છે ભાજપ દ્વારા નગરપાલિકાના શાસનકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામોને ફરી એકવાર વેગ મળી રહે તે માટે થરા નગરપાલિકાની જનતાએ ભાજપને સ્પષ્ટ બહુમતી ફરી એકવાર નગર પાલિકાનું શાસન આપી છે આજે ભાજપના ઉમેદવારો વિજય બનતા ઠેર-ઠેર લોકોએ ઉમેદવારોનો ફુલહારથી સ્વાગત કર્યું હતું.

થરા નગરપાલિકા ચૂંટણીમાં આજે મતગણતરી યોજાઇ હતી જેમાં ભાજપે 24 સીટ માંથી 20 સીટ પર બહુમતિ સાથે વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસે માત્ર ચાર ઉમેદવારો જ વિજય બનતા ભાજપે થરા નગરપાલિકાની ચૂંટણીમાં બહુમતિ સાથે વિજય મેળવ્યો છે આ અંગે કોંગ્રેસના વિજેતા ઉમેદવારોએ જણાવ્યું હતું કે અમારા કોંગ્રેસ પક્ષમાંથી મોટાભાગના ઉમેદવારો કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા ખાસ કરીને કોંગ્રેસમાંથી પ્રમુખના દાવેદાર એવા ધીરજભાઈ શાહ દ્વારા કોંગ્રેસનો સાથ છોડી દેતા ભાજપનો વિજય થયો છે.

ધાનેરા નગરપાલિકા માં પણ પૂર્વ નગર પ્રમુખ જગલ બેન ઠાકોરનું કોરોના કાળમાં નિધન થતા આજે ધાનેરા નગરપાલિકામાં વોર્ડ નંબર ચાર ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું.જેમાં વોર્ડ નંબર 4 માંથી ઇન્દુબેન ઠાકોરનો 227 વોટથી વિજય થયો હતો. ધાનેરા નગરપાલિકા ચૂંટણીમાં ઈન્દુબેન ઠાકોર નો વિજય થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી અને તમામ કાર્યકર્તાઓએ ઈન્દુબેન ને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Download Our B K News Today App



Related News