ભાજપની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-21 15:04:50
  • Views : 84
  • Modified Date : 2023-11-21 15:04:50

નર્મદા : નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખનું સ્નેહ મિલન કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. મહિલા ધારાસભ્યએ કહ્યું હતું કે ” ભાજપના જ કાર્યકરો મારી મજાક ઉડાવે છે” કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું હતું કે આપણી પાર્ટી માટે ભોગ આપવા વાળા નેતાઓથી જ પાર્ટી ચાલે છે પરંતુ મારી પાર્ટીના લોકો જ મારી હસી ઉડાડે છે.કાર્યકરોને અપીલ કરતા ધારાસભ્ય દર્શના દેશમુખે કહ્યું હતું કે તમે લોકો જો મને 4 વર્ષ હજુ ધારાસભ્ય જોવા માંગતા હોય તો મારુ અપમાન કર્યું છે તેમનો બદલો લેવો પડશેઆ મારુ નહી પણ પાર્ટીના કાર્યકરોનું અપમાન છે.આ ખેંચતાણ મામલે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન પણ આવ્યું છે તેમણે જાહેર મંચ પરથી નહીં પણ યોગ્ય જગ્યાએ રજુઆત કરવી જોઈએ, જાહેર મંચ પરથી આ પ્રકારનું નિવેદન અયોગ્ય  ગણાવ્યું હતું .

Download Our B K News Today App



Related News