સુરત પાલિકામાં ભવ્ય જીત છતાં AAPની એન્ટ્રીથી ભાજપ-પ્રમુખ પાટીલ નારાજ, વેદના સાથે 'કોંગ્રેસ'ને કૂતરું અને 'આપ'ને બિલાડું કહ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-24 11:41:35
  • Views : 274
  • Modified Date : 2021-02-24 11:41:35

    સુરત મહાનગરપાલિકામાં ભાજપે એકહથ્થું શાસન જાળવી રાખ્યું છે. છેલ્લાં 25 વર્ષથી પાલિકામાં રાજ કરતી ભાજપનો 93 બેઠકો પર વિજય થયો છે. 2015ની ચૂંટણી કરતાં 13 બેઠકોનો સીધો વધારો થયો છે. બીજી તરફ, કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. કોંગ્રેસમુક્ત ભાજપનો નારો ચલાવનારી પાર્ટી ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષને આ વિજય કરતાં આમ આદમી પાર્ટીની સુરતમાં થયેલી એન્ટ્રી રુચિ ન હોય એવું નિવેદન આપ્યું છે. જીતની ખુશી અને મતદારોનો આભાર માનતી વખતે પાટીલે ભાષણમાં કહ્યું હતું કે કૂતરું કાઢતાં બિલાડું પેસી ગયું છે. આ કહેવત કહેતાં તેમણે આડકતરી રીતે કોંગ્રેસને કૂતરું અને આપને બિલાડું કહીને બળાપો વ્યક્ત કર્યો છે.

    રાજ્યની 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ ચૂંટાયેલા કોર્પોરેટરને સી.આર. પાટીલ અભિનંદન આપવા પહોંચી ગયા હતા. સીઆર પાટીલે જણાવ્યું હતું કે જીતનાર અને ન જીતનારને પણ અભિનંદન આપું છું, પરંતુ હવે કરોળિયાની જેમ કામે લાગી જાઓ. કોઈને દોષ દેવાની જરૂર નથી. ચૂંટાયેલા પ્રતિનિધિને સીઆર પાટીલએ શીખ આપી હતી કે કામે લાગો, પરંતુ ફરિયાદ આવવી જોઈએ નહી. કોઈએ કહેવું જોઈએ નહીં કે કોર્પોરેટર દેખાતા નથી. એવી ફરિયાદ આવશે તો એક્શન લેવામાં આવશે. એ આવનારા 6 મહિનામાં ખબર પડી જશે. કોર્પોરેટર થઈ ગયા એટલે સાહેબ થઈ ગયા એવું ન કરતા, તમામની સમસ્યાનો ઉકેલ લાવજો. ન સમજાય તો વરિષ્ઠ નેતાને પૂછી કામ કરજો.

    મહિલા કોર્પોરેટરના પતિએ જાતે કામ કરવું નહિ. મહિલા કોર્પોરેટરને જ કામ કરવા દેવું. ભાજપના હારેલા લલિત વેકરિયા અને બાબુ જીરાને સીઆર પાટીલે કહ્યું હતું કે તમે હારી જાઓ એ માનવામાં આવતું નથી. કોંગ્રેસ એકપણ બેઠક ન જીતતાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જનતાનો આભાર માની કહ્યું હતું કે ઐતિહાસિક જીત તો મળી છે; પણ સોનાની થાળીમાં લોઢાની મેખ લાગી ગઈ છે, એમ કહીને આમ આદમી વિશે ટિપ્પણી કરી હતી.


Download Our B K News Today App



Related News