કમલમમાં ભાજપ-અધ્યક્ષની સાંસદો, ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક શરૂ, જૂના આગેવાનોને યાદ કરી કરીને બોલાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-29 11:39:53
  • Views : 246
  • Modified Date : 2022-04-29 11:39:53

કમલમમાં ભાજપ-અધ્યક્ષની સાંસદો, ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક શરૂ, જૂના આગેવાનોને યાદ કરી કરીને બોલાવ્યા

 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા અમદાવાદ પહોંચી ગયાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતાં. હવે તેઓ કમલમ પર પહોંચી ગયા છે, જ્યાં તેમનું ઢોલ-નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેપી નડ્ડાને ટોપી પહેરાવીને સ્વાગત કર્યું હતું. કમલમ પર વજુભાઈ વાળા, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ પહોંચી ગયાં છે. કમલમમાં હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ગુજરાતના 300થી વધુ ધારાસભ્યો અને સાંસદો સહિત વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક શરૂ થઈ ગઈ છે.

ભાજપે પોતાના જૂના આગેવાનોને યાદ કરી કરીને બોલાવ્યા હતા. જે.પી.નડ્ડા કમલમમાં આવતાંની સાથે જ સીધા અલગ રૂમમાં ગયા હતા, જ્યાં ભાજપના સૌપ્રથમ સાંસદ અને ભાજપના અગ્રણી એ.કે પટેલ સાથે લગભગ 15 મિનિટ સુધી બેઠા હતા. દેશમાં જ્યારે ભાજપના બે સાંસદ જીત્યા હતા તેમાં એક એકે પટેલ હતા.

 

કમલમ ખાતે સ્વાગતની ભવ્ય તૈયારીઓ
ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. ઢોલ-નગારાં સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે. કમલમને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે જે.પી નડ્ડા સાથે તમામ ધારાસભ્યો, સંસદસભ્યો સહિતના નેતાઓની બેઠક યોજાશે. જેને લઈ તમામ નેતાઓ કમલમ ખાતે પહોંચી રહ્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા પણ કમલમ પહોંચ્યાં છે.

આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છેઃ જે.પી. નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે કોઈપણ પાર્ટીએ ભાજપનો સામનો કરવો હોય તો તપસ્યા કરવી પડે. આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઊઠીને આ રીતે સ્વાગત કરવા આવે. કોઈ પાર્ટીએ ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે. 1952થી આજ સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. તેમણે એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના ગુજરાત પ્રવાસને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજનો સુરત પ્રવાસ રદ થયો છે, આજે તેઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાના હતા.

ગુજરાતનું સંગઠન વર્ષોથી કામ કરે છે
જે.પી. નડ્ડાનું એરપોર્ટ પર પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે ગુજરાતનું સંગઠન વર્ષોથી કામ કરે છે. આજે દિવસભર કાર્યક્રમો રહેશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સવાર સવારમાં લોકોનો જુસ્સો છે એ આનંદની વાત છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત આવ્યા છે. પાર્ટીને પહોંચી વળવું મુશ્કેલ છે, કારણ કે પાયામાં કાર્યકર્તા છે. સવારે સૌ આવ્યા તેમને વંદન કરું છું.

 

અમદાવાદમાં GMDCમાં કાર્યકરોને સંબોધશે
જેપી નડ્ડાના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. અમદાવાદમાં જી.એમ.ડી.સી. મેદાનમાં બપોરે આયોજિત કાર્યક્રમમાં આશરે સાતેક હજાર કાર્યકરોને સંબોધન કરશે, જ્યારે પ્રદેશ કાર્યાલય "કમલમ " ખાતે સાંજે યોજાનારી બેઠકમાં 700થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ અને મંત્રીમંડળના સભ્યો નડ્ડાનું માર્ગદર્શન મેળવશે. બંને કાર્યક્રમ વચ્ચે સમય કાઢીને તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા પણ જવાના છે.

પ્રદેશ કારોબારીની બેઠકમાં ભાગ લેશે
આ અંગે ભાજપના નેતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે જે.પી. નડ્ડા પહેલા ગાંધી આશ્રમ જવાના છે અને ત્યાર બાદ કોબા પહોંચી "કમલમ "માં પ્રદેશ કારોબારીની બેઠકમાં પણ ભાગ લેવાના છે. પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાથે બધા કાર્યક્રમમાં સાથે રહેવાના છે.

Download Our B K News Today App



Related News