બારડોલી બેઠક પર ભાજપે ફરી એકવાર પ્રભુ વસાવાને મેદાને ઉતાર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-16 11:48:34
  • Views : 319
  • Modified Date : 2024-03-16 11:48:34

સુરત : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ભાજપ મોવડી મંડળે બારડોલી સહિત ગુજરાતની મોટાભાગની બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદીની જાહેરાત કરી દીધી છે. સામે કોંગ્રેસે પાર ભરૂચ-ભાવનગર ગઠબંધન સહીત યાદીમાં ઉમેદવારોની કવાયત હાથ ધરી છે. બારડોલી બેઠક પર ભાજપમાંથી વર્તમાન સાંસદ પ્રભુ વસાવાનું નામ રિપીટ થયું છે. જ્યારે કોંગ્રેસમાંથી યુવા ચહેરા સિદ્ધાર્થ ચૌધરી ઉમેદવારી માટે તક આપવામાં આવી છે.બારડોલી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાની 5 અને તાપી જિલ્લાની બે બેઠકોનો સમાવેશ થાય છે. સુરત જિલ્લાની બારડોલી, મહુવા , માંડવી ,કામરેજ અને માંગરોળ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. બીજી તરફ તાપી જિલ્લાની નિઝર અને વ્યારા વિધાનસભા બેઠકના મતદાર પણ આ બેઠક માટે મતદાન કરે છે . વ્યવસાયે ઈજનેર પ્રભુ વસાવા ઘણી સરકારી ,સામાજિક અને રમત -ગમતની સંસ્થાઓમાં સભ્ય તરીકે સેવા આપી ચુક્યા છે.

Download Our B K News Today App



Related News