અંબાજીમાં ભાજપાનો રોડ શો ઃ પરબત પટેલ હાજર રહ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 12:34:34
  • Views : 491
  • Modified Date : 2019-04-22 12:34:34

સ્વર્ગ નગરી અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે. આ ધામ ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું જગતજનની માં અંબાનું ધામ છે. હાલમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯ ના પ્રચારના અંતિમ તબક્કામાં  બનાસકાંઠા ભાજપાના ઉમેદવાર પરબત પટેલ અંબાજી રોડ શો કરવા આવ્યા હતા સાથે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા હાજર રહ્યા હતા. આ રોડ શો અંબાજીના વિવિધ માર્ગો પર ફર્યો હતો.

રવિવારે અંબાજીની મહાદેવીયા ધર્મશાળાથી રથ સાથે ભાજપનો રોડ શો નીકળ્યો હતો. જેમા બાઈક અને સ્કૂટર સાથે અંબાજીના અને બહારના ભાજપાના કાર્યકર્તા હાજર રહ્યાં હતા.  હરેશ ચૌધરી, વીર બડગુર્જર, કુલદીપસિંહ, સરૂપાજી રબારી- સિમ્બલપાણી  વાળા, ઈન્દરલાલ ગુર્જર, બકુલેશ શુક્લ, સુનિલ બ્રહ્મભટ્ટ અને વિજય દેસાઈ સાથે અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.

 

Download Our B K News Today App



Related News