ઘેસડા, ગગાણા અને કરણપુરામાં ભાજપની રેલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-13 11:01:18
  • Views : 810
  • Modified Date : 2019-10-13 11:01:18

થરાદ વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર ઝુંબેશ સાથે ચાલી રહ્યો છે જ્યારે ભાજપ પાર્ટીના ઉમેદવાર જીવરાજભાઈ પટેલને લોકો  દ્વારા આવકાર મળી રહ્યો છે. ત્યારે થરાદ તાલુકાના ઘેસડા, ગગાણા અને કરણપુરામાં બહોળી સંખ્યામાં લોકો
ઉપસ્થિત રહ્યા હતા અને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમાં ગામલોકોએ ભાજપ
પાર્ટીના ઉમેદવાર જીવરાજભાઈ પટેલને બહોળી સંખ્યામાં મતો આપી વિજય બનાવવાનો વિશ્વાસ આપ્યો હતો. ઘેસડા સરપંચ જેતસીભાઈ પટેલ, ગગાણા સરપંચ કાળુભાઈ પટેલ, ભાજપ પ્રમુખ રૂપશીભાઈ પટેલ, ઓમજી બાપુ, દાનાભાઈ માળી, ધવલભાઈ, ખાનાભાઈ, અભેરામભાઈ
રાજગોર, ઈશ્વરભાઈ પટેલ, રતનસિંહભાઈ પટેલ, કાળાભાઈ તેમજ બહોળી
સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News