બનાસકાંઠા જીલ્લા યુવા-મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ડોર ટુ ડોર અભિયાન માટેના આયોજનની મહત્વની બેઠક મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 05:57:51
  • Views : 527
  • Modified Date : 2019-04-10 05:57:51

બનાસકાંઠા જિલ્લાનું કમળ જંગી બહુમતીથી વિજયી બની દિલ્હી પહોંચે એ માટે થઈ બનાસકાંઠા જીલ્લા યુવા મોરચાના કાર્યકર્તાઓ એ આયોજન બદ્ધ રણનીતિ ઘડી છે.જેમાં ડોર ટુ ડોર કેમપેઇંગમાં ગુજરાત સરકાર અને ભારત સરકારે કરેલા જનહિત અને દેશહિતના કામો લોકો સુધી લઇ જઈ વધારે માં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટીના બનસકાંઠા લોકસભા સોટના  ઉમેદવાર શ્રી પરબતભાઇ પટેલ તરફી થાય એ માટેના આયોજનની બેઠક પાલનપુર મુકામે મળી હતી.જેમાં બનસકાંઠા લોકસભાના સીટના ઉમેદવાર શ્રી પરબતભાઇ પટેલ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી હરેશભાઇ ચૌધરી જિલ્લા ભાજપના પ્રભારી શ્રી દુષ્યન્તભાઈ પંડ્યા શ્રી હિતેષભાઇ ચૌધરી ઉપસ્થિત રહી જિલ્લા યુવા મોરચાના જવાબદાર કાર્યકર્તાઓ જીલ્લા યુવા મોરચાના હોદ્દેદાર ,મંડલ ના પ્રમુખ મહામંત્રી તેમજ તેમની ટિમ તથા જિલ્લાના કારોબારી સભ્યો આયામના સભ્યોને  માર્ગદર્શિત કર્યા હતા.

Download Our B K News Today App



Related News