બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રીનો અકસ્માતમાં આબાદ બચાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:15:27
  • Views : 491
  • Modified Date : 2019-04-11 06:15:27


બનાસકાંઠા જિલ્લાના ભાજપના મહામંત્રી ભારતસિંહ  ભટે રિયાનો ગતરોજ વહેલી સવારે  ભીલડી-ડીસા રોડ પરના  લોરવાડા નજીક અકસ્માતમાં  આબાદ બચાવ થયો હતો.
મળતી વિગતો અનુસાર ગતરોજ ડીસા ખાતે બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલના કાર્યાલયનો શુભારંભ કરવાનો હોઈ વહેલી સવારે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા શિહોરી ઇનોવા ગાડી જીજે ૦૮ એઈ ૩૬૪૪ લઇને  ડીસા આવવા રવાના થયા. ત્યારે ભીલડી-ડીસા હાઇવે પરના લોરવાડા ગામ નજીક નીલગાય આવતા ગાડીનો અકસ્માત થયો હતો. જેમાં ગાડી રોડ ઉપર નીચે ઉતરી ઘરનાળામાં પડી હતી. જેમાં મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા તથા ડ્રાઇવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જો કે સામાન્ય ઇજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાડીને વ્યાપક નુકસાન થયું હતું. આ અકસ્માતના સમાચાર વાયુવેગે પહોંચી જતા ભાજપના કાર્યકરો સહિત લોકો દોડી આવ્યા હતા.


Download Our B K News Today App



Related News