અંતે ભાજપના MP મનસુખ વસાવા માની ગયાં, મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ રાજીનામું પાછું ખેંચી લીધું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:52:51
  • Views : 324
  • Modified Date : 2020-12-30 11:52:51

    ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે રાજીનામું આપી દીધું હતું. પરંતુ પક્ષ પ્રમુખે રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ આજે મનસુખ વસાવા અને મુખ્યમંત્રી વચ્ચે અડધો કલાકથી વધુ બેઠક મળી હતી. જેમાં મનસુખ વસાવાની લાગણી અને માંગણી અંગે સરકારે હકારાત્મક પ્રતિભાવ આપતાં અંતે મનસુખ વસાવા માની ગયાં હતાં અને રાજીનામું પરત ખેંચ્યું હતું.ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાંક સમયથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે તેઓ સરકારમાં રજૂઆત કરી રહ્યાં છે. ભાજપનું મોવડીમંડળ તેમને મનામણાં કરી રહ્યું છે. જોકે, તેમણે પક્ષમાંથી અને સાંસદ પદેથી રાજીનામું આપી દેવાનો સ્પષ્ટ નિર્ધાર કરી લીધો હોવાનું જણાવ્યું છે. તેમની સાથે સાગબારા તાલુકા સંગઠનના 29થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ પણ રાજીનામા આપ્યા છે.

    ભરૂચ-નર્મદા જિલ્લામાં છેલ્લી 6 ટર્મથી સતત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવતાં મનસુખ વસાવા તેમના પત્રબોમ્બ માટે પ્રચલિત છે. જોકે, મંગળવારે તેમણે પક્ષમાંથી રાજીનામું આપવાનો ધડાકો કરતાં ભાજપ પક્ષમાં હડકંપ મચી ગયો છે. બીજી તરફ સ્થાનિક રાજકીય પક્ષોમાં પણ સાંસદના રાજીનામાથી સળવળાટ થયો છે. આખાબોલા અને પોતાના જ પક્ષની સરકાર સામે પ્રશ્નો કરનારા સાંસદ મનસુખ વસાવાએ આજે મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પત્ર લખી તેમણે પક્ષનો આભાર માનવા સાથે તેમની ભુલના કારણે પક્ષને નુકશાન ન પહોંચે તે માટે રાજીનામું આપવાની વાત કરી હતી.વધુમાં જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી.હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી.મને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે.મનસુખ વસાવા નહિ હોય તો પાર્ટી નહિ ચાલે એવું બિલકુલ નથી, પક્ષની તાકાત જ એટલી છે કે કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી.

    મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન સરકાર હલ કરવાની દિશામાં સરકાર પ્રયાસ કરી છે, અને વહેલી તકે હલ પણ થઈ જશે.વનમંત્રી ગણપત વસાવા સાથે વાત પણ મારી ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે વાત થઈ છે.આ પ્રશ્ન ગંભીર છે ભારત સરકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે.ઈકો સેન્સિટિવ ઝોન સ્થાનિક વહીવટી તંત્રનું ઉતાવળું પગલું હતું, પણ સરકાર એ પ્રશ્ન હલ કરશે. હું પક્ષમાંથી રાજીનામુ આપું છું પણ ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપતો રહીશ. હું કોઈ પણ સંજોગે મારુ રાજીનામુ પરત નહિ ખેચુ.


Download Our B K News Today App



Related News