ભાજપે લોકગાયકોનું ભરતી અભિયાન ઉપાડ્યું, કિંજલ દવે બાદ હવે અરવિંદ વેગડાનો વારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-24 13:08:27
  • Views : 428
  • Modified Date : 2019-07-24 13:08:27

ચાર-ચાર બંગડીથી ગુજરાતી ગીતોની દુનિયામાં રંગ જમાવનાર કિંજલ દવે ગઇકાલે અડિખમ ગુજરાતના અવિરત વિકાસના રાગ સાથે ભાજપમાં જોડાઇ ગયા છે. જ્યારે ભાઇ ભાઇ ફેમ અરવિંદ વેગડા પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. અરવિંદ વેગડાએ VTV સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમને જણાવ્યું કે, હું 2012થી ભાજપ સાથે જોડાયેલો છું અને હવે સદસ્યતા અભિયાનમાં જોડાવવા જઈ રહ્યો છું. સમાજ માટે કંઈક કરવા માગું છું. તેથી જ ભાજપ સાથે જોડાઈને કાર્ય કરવા માગુ છું. મને હંમેશા જે સત્ય લાગે છે તે જનતાને જણાવું છું.રાજ્યમાં ગુજરાતી કલાકારોની ભાજપમાં જોડાવાની હોડ જામી છે. અરવિંદ વેગડા બાદ આગામી દિવસોમાં ઐશ્વર્યા મજમુદાર, ગીતા રબારી અને સૌરભ રાજ્યગુરુ ભાજપમાં એન્ટ્રી મારી શકે છે. તાજેતરના દિવસોમાં જ ગીતા રબારીએ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. તો પ્રધાનમંત્રી માટે એક સુંદર ગીત પણ ગાયું હતું. જો ગુજરાતી ગાયક કલાકારો ભાજપમાં જોડાય તો ભાજપને તેમની લોકપ્રિયતાનો ફાયદો થઈ શકે છે.

Download Our B K News Today App



Related News