ડીસા તાલુકાના ખરડોસણ ગામે ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-04 11:19:39
  • Views : 219
  • Modified Date : 2022-04-04 11:19:39

આગામી સમયમાં યોજાનાર વિધાનસભની ચૂંટણીઓની અત્યારથી જ દરેક પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં પક્ષનો વિજય થાય તે માટે અત્યારથી જ દરેક પક્ષના આગેવાનો દ્વારા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ખાસ કરીને દરેક ચૂંટણીમાં જીત માટે કાર્યકર્તાઓની જરૂરિયાત સૌથી વધારે હોય છે.જે અંતર્ગત અત્યારે પક્ષના આગેવાનો દ્વારા વધુમાં વધુ કાર્યકર્તાઓ પક્ષમાં જોડવા માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત આજે ભાજપ દ્વારા આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ મજબૂત થાય તે માટે સમગ્ર ડીસા તાલુકામાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડીસા તાલુકાના ખરડોસણ ગામે પણ આજે તાલુકા પંચાયત દ્વારા પણ જોગણી માતાના મંદિરે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટિફિન બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.ખાસ આ બેઠકનું આયોજન આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય અને બહુમતીથી ભાજપનો વિજય થાય તે માટે આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં વિરાભાઈ દેસાઈ અને સુરેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News