ભાજપે ડો. રેખા ચૌધરી અને કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લોકસભા બેઠકની ચૂંટણીના મેદાને ઉતાર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-18 11:29:42
  • Views : 74
  • Modified Date : 2024-03-18 11:29:42

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતારી છે. ભાજપના ડો રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે પ્રચારનો ધમધમાટ શરુ કર્યો છે. ભાજપે ઠાકોર સમાજના આગેવાનોને કેસરીયા કરવાની પણ શરુઆત કરી છે. આમ ભાજપની રણનીતિ સામે ગેનીબેને કાર્યકરોને સંયમ જાળવવા માટે આહ્વાન કરવા સાથે કાર્યકોરમાં જોશ ભર્યો હતો.પાલનપુરમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સંબોધન કરતા કાર્યકરોમાં જોશ ભરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ કાર્યકરોને સંયમ જાળવવા માટે આહ્વાન કર્યુ હતુ અને સોશિયલ મીડિયા પર પણ સંયમ રાખવા માટે કહ્યુ હતુ.

Download Our B K News Today App



Related News