થરાદ ભાજપ યુવા મોરચા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈને "ઠંડી છાસ વિતરણ કાર્યક્રમ" યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:39:16
  • Views : 437
  • Modified Date : 2019-04-29 11:39:16

થરાદ શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ વર્ષ દરમિયાન સેવાકીય પ્રવૃતિઓ કરતા હોય છે. જેમાં ઠંડીમાં ધાબળા વિતરણ, ધાર્મિક પ્રસંગોમાં ગાયો, કૂતરાઓને દાન કરવુ, ચોમાસામાં
વૃક્ષારોપણ, ગરીબો લોકોને સહાય વિતરણ, ફ્રી મેડીકલ કેમ્પ, રક્ષાબંધન જેવા અનેક કાર્યક્રમો થરાદ શહેર યુવા મોરચો કરતો હોય છે. અત્યારે દેશમાં ચૂંટણીનો મહાપર્વ ચાલી રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી  પૂર્ણ તથા ભાજપ યુવા મોરચા થરાદ શહેર દ્વારા બસ સ્ટેન્ડની બાજુમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યુ હતું. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઠંડકનો સહારો લે છે ત્યારે ગરમીમાં લોકોને ઉનાળામાં ઠંડા પીણાના રૂપે ભાજપ યુવા મોરચા થરાદ શહેર દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ સોનીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયે ભારત દેશ વિશ્વની હરોળમાં વિકાસની તેજ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ફરીથી ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ભારતનુ સુકાન સંભાળે અને ભારતમાતાનો વિશ્વમાં જયજયકાર થાય તેવી નેમ સાથે આજે છાશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગરીબોના આશીર્વાદથી ભાજપનો વિજય થાય અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત થાય એવી શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમના ઇન્ચાર્જ ઉપપ્રમુખ દેવચંદભાઈ સુથાર હતા. કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઇ સોની, ઉપપ્રમુખ રસિકભાઈ વાણીયા, મહામંત્રી રમેશભાઈ દેસાઈ, કારોબારી સભ્ય હિતેશભાઈ વાણીયા, મંત્રી ભરતભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ પંડયા, બાબુલાલ વણકર અને યુવા મોરચાની આખી ટીમ ઉપસ્થિત રહી હતી.
 

Download Our B K News Today App



Related News