બંને પક્ષો વચ્ચે અહીંયા જામશે ખરાખરીનો જંગ ડીસા વિધાનસભા મત વિસ્તારમાંથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 05:24:01
  • Views : 1052
  • Modified Date : 2019-04-08 05:24:01

  બી.કે.ન્યૂઝ દૈનિક દરેક વિધાનસભા ક્ષેત્રનો સર્વે કરશે અને આ સીટ ઉપર જો અને તો ના સમીકરણો રજૂ કરશે. આજે આપણે ડીસા વિધાનસભા મત વિસ્તારની વાત કરીશું. આ વિધાનસભા ક્ષેત્રમાં થયેલા વિકાસના કામો, જાતિવાદ સમીકરણો અને સમસ્યાઓ રજૂ કરશું. ભાજપના પરબતભાઈ પટેલ અને કોંગ્રેસના
પરથીભાઇ ભટોળ તેમજ અપક્ષ ઉમેદવારો પણ આ વખતે મેદાનમાં છે ત્યારે દરેક ઉમેદવારો દ્વારા ઝંઝાવાતી લોક સંપર્કનો પ્રારંભ થઈ ગયો છે. આ વિસ્તારમાં ૧૧ તારીખના રોજ
પરબતભાઈ પટેલ નવ એક ગામડાની મુલાકાત લેશે.
ડીસા વિધાનસભાની વાત કરવામાં આવે તો ૨૦૧૭માં ચૂંટાઇને આવેલા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા આવતા જ ડીસાની મહત્વની સમસ્યા એવી ઓવરબ્રીજની સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. આગળના ધારાસભ્ય ગોવાભાઇ રબારી આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા ન હતા. વારંવાર વાયદાઓ જ કર્યા હતા. તેઓ લોક ચર્ચાય છે. જો ડીસા સીટીની વાત કરવામાં આવે તો ડીસા સીટીની વોટબેંક એ ભાજપનો ગઢ ગણાય છે અને શશીકાંતભાઈ
પંડયાને જીતવા પાછળનું કારણ પણ ડીસા સીટીની વોટબેંક હતી. આ ક્ષેત્રમાં જો જાતિવાદ  ફેક્ટર જોવામાં આવે તો ચૌધરીઓના મત ૨૦,૦૦૦ છે ઠાકોરોના મત ૫૦,૦૦૦ છે. દલિતોના વોટ ૨૨૦૦૦ જેટલા છે અને રબારીઓના અને માળીઓના વોટ  ૨૩૦૦૦ જેટલા છે. જો ઠાકોર સમાજની નારાજગી આ બેઠક ઉપર ન નડે તો ભાજપ આ ક્ષેત્રમાંથી સારી એવી લીડ મેળવી શકે છે. બ્રાહ્મણના વોટ પણ નવ હજાર જેટલા છે જે શશીકાંતભાઈના નેતૃત્વ હેઠળ પરબતભાઈને મળી રહેશે. ડીસા વિધાનસભા ક્ષેત્રમાં કુલ અઢી લાખથી પણ વધારે વોટર્સ છે. દરેક નાના નાના સમાજોની લઘુમતી સંખ્યા ડીસા વિધાનસભા ક્ષેત્ર ધરાવે છે.
વાત કરવામાં આવે પરથીભાઈ ભટોળની તો રબારી સમાજના ૨૩ હજાર જેટલા વોટ છે જે ગોવાભાઇ રબારીના નેતૃત્વ હેઠળ પરથીભાઈને આ ક્ષેત્રમાંથી આંશિક મદદ મળી શકે છે. ચૌધરીઓની વોટ બેંક અહીંયા વિભાજન થતી જોવા મળશે. જો ચૌધરી અને ઠાકોરમાંથી ભાજપની ફિક્સ વોટબેંક તેમજ પરબતભાઈની લોકચાહનાથી વોટબેંક મોટી બને તો ભાજપ મોટી લીડ અહીંયાંથી પ્રાપ્ત કરી શકશે.
જ્યારે પરથીભાઈને રબારી સમાજ સિવાય લઘુમતી સમાજ અને ભાજપથી નારાજ સમાજનો સહારો તેમને મદદ કરશે. જો દલિત અને રબારી સમાજના લગભગ પચાસ હજાર જેટલા મતો કોંગ્રેસના પડખે જાય તો પરબતભાઈ અને પરથીભાઈ આ બેઠક ઉપર એકબીજાથી મોટી લીડ પ્રાપ્ત નહીં કરી શકે. જાતિવાદ ફેક્ટર ઉપરાંત ડીસાના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોબલે ખોબલે કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસને આ ક્ષેત્ર ઉપરથી વિકાસની સામે વોટ માંગવા અડચણરૂપ બની રહેશે. કોંગ્રેસને પોતાની ફિક્સ વોટબેંક, નારાજ સમાજના કાર્યકર્તાઓ અને લઘુમતી મતો આ બેઠક ઉપરથી વોટ મેળવી શકશે. જો ડીસાના ગામડાઓની વાત કરવામાં આવે તો કોંગ્રેસનું પ્રભુત્વ વધારે છે. સીટી કરતા કોંગ્રેસ ગામડાઓમાં પ્રચાર પૂરજોશમાં કરે તો આ ક્ષેત્રમાંથી થોડી ઘણી લીડ મેળવી શકે છે. આ ગામડાઓમાં પાણીની સમસ્યા, ઘાસચારાની સમસ્યા, અને રાજ્ય સરકારની સહાયની સમસ્યા ટોક ઓફ ધ ટાઉન બની રહેશે. આ સમસ્યાઓ એવી છે જે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક અસર કરી શકે છે આજે પણ ગામડાઓમાં થતાં ભ્રષ્ટ્રાચાર, રાજ્ય સરકારની યોજનાઓ ખેડૂતો સુધી ના પહોંચવામાં મહત્વનો ફાળો ભજવતા સંલગ્ન અધિકારીઓ અને સરકારી બાબુ ભાજપમાં ક્યાંકને ક્યાંક ગાબડું પણ પાડી શકે છે . ગામડાઓમાં રોડ રસ્તા પાણી એ મુખ્ય મુદ્દો બની રહેશે. જોકે મોદી સરકારના આવ્યા બાદ ગામડાઓમાં રોડ રસ્તા ઉપર મોટા પ્રમાણમાં કામ થયું છે. જો ભાજપ સીટીમાંથી મોટી લીડ મેળવી શકે તો સામે કોંગ્રેસ ગામડાઓમાંથી પણ મોટી લીડ મેળવી શકે છે.

Download Our B K News Today App



Related News