રાજકોટ મનપાના 18 વોર્ડના ભાજપના તમામ 72 ઉમેદવારો જાહેર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 14:22:18
  • Views : 324
  • Modified Date : 2021-02-04 14:22:18

    ગુજરાત ભાજપ સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ સાંજ સુધીમાં 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરશે.જેમાં સૌ પહેલા રાજકોટના 18 વોર્ડ માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે. આ 72 ઉમેદવારોમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનો પણ સમાવેશ થાય છે.

    આવતીકાલે ભાજપ કાર્યાલય પરથી ઉમેદવારો પોતાના ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા જશે. 576 સીટ પર દરેક સીટ પર 60થી 70 કાર્યકર્તાઓએ દાવેદારી કરી હતી. તેમાં પણ સ્ક્રુટીની કરી યાદી તૈયાર કરી છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સંગઠનમાં જે પણ પદાધિકારીએ ટિકિટ માગી છે તેને ટિકિટ મળશે તો રાજીનામું આપવું પડશે અને તે જગ્યા તાત્કાલિક ભરી દેવામાં આવશે. ટિકિટ અંગે ઉમેદવારોને ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે. તેમજ આ ઉમેદવારો આવતીકાલે(5 ફેબ્રુઆરી) વિજય મુહૂર્તમાં એટલે કે 12 કલાકને 39 મિનિટે ફોર્મ ભરશે.

    પહેલા જામનગર મહાનગરપાલિકાની જાહેરાત થશે બાદમાં. ભાવનગર અને રાજકોટની જાહેરાત થશે. સુરત અને વડોદરા બાદ મોડી સાંજે અમદાવાદ મહાનગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ભાજપે પસંદ કરેલા પેનલના નામો પીએમ મોદી અને અમિત શાહ સુધી પહોંચ્યા છે. સાંજે ઉમેદવારો જાહેર થશે.

    આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે અને કઠોર નિર્ણય લીધા છે, જેમાં ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજા, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું હતું કે પાર્લમેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાકાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય તેમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગાં-સંબંધીઓને ટિકિટ આપવી નહીં.

    પ્રદેશ ભાજપના ઉપક્રમે રાજ્યભરમાં 6 મહાનગરપાલિકાના વિસ્તાર તેમજ પંચાયત અને નગરપાલિકાના વિસ્તારમાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી. કાર્યકર્તાઓ પાસેથી નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ પ્રત્યેક વોર્ડદીઠ 16 નામોની યાદી તૈયાર કરી છે. પ્રત્યેક વોર્ડદીઠ પેનલ બનાવવામાં આવી છે, જેની યાદી સુપરત કરી દેવામાં આવી છે. આ યાદીની ચર્ચા માટે જે-તે શહેર, પંચાયત, નગરપાલિકા વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, પ્રમુખ અને મહામંત્રી સહિતનાને હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. તમામ સાથે ચર્ચાવિચારણાના અંતે 16 નામોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે, જેના પર પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ચોથી ફેબ્રુઆરીએ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

    અમદાવાદ મહાનગર પાલિકાના વર્તમાન કોર્પોરેટરો પૈકી 20થી વધુ સિનિયર નગરસેવકોના નામ પર પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે લાગુ કરેલાં નિયમો પર ચોકડી વગશે. આ તમામ નગરસેવકોમાં ચાર પૂર્વ મેયરો, બે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બે ડેપ્યુટી મેયરોને હવે પછી કોર્પોરેશનમાં ચૂંટાવાની તક નહીં મળે. ભાજપે ત્રણથી વધુ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરોને ટિકિટ નહીં આપવાનું નક્કી કર્યાં બાદ આ નામો બહાર આવ્યા છે જેમને ટિકિટો નહીં મળે. આ નામો પૈકી અમુક તો પાંચ ટર્મથી કે ચાર ટર્મથી કોર્પોરેશનમાં ચૂંટાઇ આવતા હતા.


Download Our B K News Today App



Related News