ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા, દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને ટિકીટ મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-16 12:41:02
  • Views : 431
  • Modified Date : 2021-02-16 12:41:02

    ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર વચ્ચે ભાજપે પોતાના રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં દિનેશભાઈ જેમલભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યાં છે. પક્ષે બંને નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. રામ મોકરિયા બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રાજકોટ ભાજપના જુના કાર્યકર છે. તો દિનેશ પ્રજાપતિ બનાસકાંઠાના આગેવાન છે. તેઓ પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભૂતકાળમાં બોર્ડ નિગમના ડાયરેકટર રહી ચુક્યા છે. તો રામભાઈ મોકરિયા એબીવીપીના કાર્યકર રહી ચૂક્યા છે. 

    હાલ મળતી માહિતી પ્રમાણે, બે ઉમેદવારોમાંથી એક સૌરાષ્ટ્ર છે અને અન્ય ઉત્તર ગુજરાતમાંથી આવે છે. જો આપણે ઉમેદવારોની વાત કરીએ તો દિનેશ પ્રજાપતિ Obc ચહેરો છે, તેઓ બનાસકાંઠામાંથી આવે છે. તેઓ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી, જિલ્લા ભાજપ પૂર્વ યુવા મોરચા પ્રમુખ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે.હાલમાં રાજકીય વર્તુળોમાં તેવી ચર્ચા ચાલી રહી છે કે, બંને બેઠક પર ભાજપ પોતાના બે ઉમેદવાર રાજ્યસભામાં મોકલવા માટે સફળ થશે. કારણકે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ધારાસભ્યોએ બંને બેઠકો માટે અલગ-અલગ મત આપવા પડ્યા હતા એટલે કે, ચૂંટણી ભલે એક જ દિવસે યોજાય પરંતુ બંને બેઠકો માટે વિધાનસભાના તમામ સભ્યો અલગ-અલગ મતદાન કરશે. કોંગ્રેસે જે તે સમયે આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો.

Download Our B K News Today App



Related News