ભાજપ અને આરએસએસ મારા ગુરૂ, જેને સારી તાલીમ આપીઃ રાહુલ ગાંધી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-02 12:38:10
  • Views : 470
  • Modified Date : 2023-01-02 12:38:10

કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર ભાજપ દ્વારા કરવામાં આવેલાં આકરા પ્રહાર અંગે રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો છે. રાહુલે કહ્યું કે, કન્યાકુમારીથી દિલ્હી સુધી આવેલી આ યાત્રામાં મેં સરકાર વિરૂદ્ધ લોકોનો રોષ જોયો છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, હું ઇચ્છું છું કે, ભાજપ અમારા પર આક્રમક હુમલો કરે. જેનાથી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા દરેકને સમજવવામાં મદદ મળશે. રાહુલે યાત્રામાં થયેલી સુરક્ષા ચૂકને ભાજપ સરકારનું ષડયંત્ર ગણાવ્યું છે.

રાહુલે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું કે, ‘ભાજપ અને આરએસએસના લોકોનો આભાર માનું છું. કેમ કે તે મને જેટલો હેરાન કરે છે. તે બીજી રીતે મારી મદદ કરે છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભાજપ અને આરએસએસને તે પોતાના ગુરૂ માને છે. કેમ કે તે મને ટ્રેનિંગ આપી રહ્યા છે.’

રાહુલે દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં થયેલી સુરક્ષા ચૂક અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા બુલેટ પ્રૂફ ગાડીમાંથી બહાર આવે છ ત્યારે કોઈ ચિઠ્ઠી જતી નથી.’ તેમણે એવું પણ કહ્યું કે, ‘જ્યારે ભાજપના નેતા રોડ શો કરે છે અથવા ખુલ્લી જીપમાં જાય છે ત્યારે કોઈને પ્રોટોકોલની યાદ આવતી નથી.’ આ ઉપરાંત રાહુલે એવું પણ કહ્યું કે, ‘CRPF જાણે છએ કે, મારા માટે શું કરવું જોઈએ અને શું નહીં?’

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘ભારત જોડો યાત્રાના દરવાજા દરેક માટે ખુલ્લા છે. આપણે કોઈને પણ અમારી સાથે જોડાતાં રોકીશું નહીં.’ તેમણે કહ્યું કે, ‘અખિલેશ, માયાવતી અને અન્ય લોકો મહોબ્બતનું હિન્દુસ્તાન ઇચ્છે છે અને અમારા વચ્ચે આ વિચારધારાને લીધે સંબંધ છે.’

રાહુલ ગાંધીએ ટી-શર્ટ પહેરવા અંગેના સવાલ પર એકવાર ફરી જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘મારી ટીશર્ટ અંગે કારણ વગરની ચર્ચા થાય છે. હું સ્વેટર નથી પહેરતો કેમ કે મને ઠંડીથી ડર લાગતો નથી. ઠંડી લાગશે પછી સ્વેટર પહેરવાનું વિચારીશ.’

કોંગ્રેસ સાંસદે આ સાથે દાવો કરતાં કહ્યું કે, ‘કોંગ્રેસ મધ્યપ્રદેશની ચૂંટણી સૌથી વધુ સીટ સાથે જીતશે અને ત્યાં ભાજપ જોવા મળશે નહીં.’ રાહુલે એવું પણ કહ્યું કે, ‘મધ્યપ્રદેશમાં દરેક લોકો ગુસ્સે છે અને દરેક લોકો જાણે છે કે, ભાજપે રૂપિયા આપીને સરકાર બનાવી છે

Download Our B K News Today App



Related News