બિસ્તાર રસ્તાનું સમારકામ નહીં થતાં રહીશો પાલિકામાં ધસી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 13:23:42
  • Views : 356
  • Modified Date : 2019-10-23 13:23:42

પાલનપુર શહેરમાં મહિલા મંડળથી કંથેરીયા હનુમાન સુધીના રસ્તાને તોડ્યા બાદ લાંબા સમય સુધી સમારકામ ન કરાતાં સ્થાનિકોએ નગરપાલિકામાં ધસી આવી પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી.જે અંતર્ગત પાલિકા તંત્ર દ્વારા 15 દિવસમાં કામગીરી ચાલુ કરવાની ખાતરી અપાતા મામલો થાળે પડ્યો હતો.પાલનપુર શહેરમાં મહિલા મંડળથી કમાલપુરા સુધીના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામને લઈ 4 મહિના પહેલા રસ્તો તોડી નાખવામાં આવ્યો હતો.જોકે લાંબો સમય વીતી જવા છતાં પાલિકા દ્વારા આ રોડનું સમારકામ કરાતું ન હતું જેને લઇ અહીંના દુકાનદારો તેમજ સ્થાનિક રહીશોએ અહીંના નગરસેવકોને રજુઆતો કરી હતી.જેને લઈ આ વિસ્તારના પાલિકાના કોર્પોરેટરો તેમજ સ્થાનિક રહીશો અને દુકાનદારો નગરપાલિકામાં ધસી આવ્યા હતા. પાલિકા પ્રમુખને તાત્કાલિક આ વિસ્તારના મુખ્ય રસ્તાનું નવીનીકરણ કરવા માટેની રજૂઆત કરી હતી.જે અંતર્ગત પાલિકા પ્રમુખે 15 દિવસમાં આ વિસ્તારમાં નવા રસ્તાઓ બનાવવા માટેની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Download Our B K News Today App



Related News