આશરે બે કરોડનાં ખર્ચે બનાવેલ રોડ બિસ્માર હાલતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-19 12:35:47
  • Views : 478
  • Modified Date : 2019-11-19 12:35:47

સરહદી સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાથી ઈઢાટા ગામને જોડતો માત્ર ૫.૫૦કિમીનો રોડ વર્ષ ૨૦૧૮માં મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત આશરે રૂ બે કરોડનાં ખર્ચે છ માસ પૂર્વે બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ રોડ રવિવારે ખાબકેલા મુશળધાર વરસાદને કારણે તણાઈ ગયો હતો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઢીમા ઈઢાટા રોડ વચ્ચે એક પણ નાળુ નાખ્યું નથી. ત્યારે રેલ નદીનો આ માર્ગ હોવાથી અહીંયાથી
પાણીનો ધસમસતો પ્રવાહ
 પસાર થાય છે. ત્યારે વરસાદી પાણીનાં નિકાલ માટે નાળાની કામગીરીઓ પણ એસ્ટીમેન્ટ મુજબ કરેલી નથી એવું ગ્રામજનોએ જણાવ્યું હતું.ચાર માસ પૂર્વે ધોવાયેલ રોડ આજે પણ એજ હાલતમાં પડયો છે. ત્યારે સત્વરે રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ વાવના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શંકરભાઈ ચૌધરીનાં પ્રયત્નોથી આ રોડ બનાવવામાં આવ્યો હતો.બન્ને ગામડાઓ વચ્ચે રસ્તો ટૂંકો થાય અને લોકોની સુખાકારી વધે અહીં આવતાં શ્રદ્ધાળુઓ,ખેડૂતો સહિત રાહદારીઓ માટે આશીર્વાદરૂપ બન્યો હતો. ત્યારે હાલમાં તો રોડ પર આવેલ ખેતરોમાં ચારેતરફ વરસાદે વિનાશ વેર્યો છે. અને ખેતરોમાં ચારેબાજુ પાણી ભરાયેલ હોવાથી રોડની નીચે વાહન ફસાઈ જાય છે. તો માર્ગ અને મકાન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News