ડીસા નજીક દાંતીવાડા તાલુકાના ભાખર ગામમાં બિરાજમાન ઇસમાની માતાના મંદિર ઇસમાની માતાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 10:28:55
  • Views : 304
  • Modified Date : 2022-05-22 10:28:55

 ડીસા નજીક દાંતીવાડા તાલુકાના ભાખર ગામમાં બિરાજમાન ઇસમાની માતાના મંદિર ઇસમાની માતાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો

 

ડીસા નજીક દાંતીવાડા તાલુકાના ભાખર ગામમાં બિરાજમાન ઇસમાની માતાના મંદિર પ્રત્યે લોકોને અતૂટ શ્રધ્ધા છે.. આ મંદિરનો ઇતિહાસ તો લગભગ હજારથી દોઢ હજાર વર્ષ જૂનો છે.. કહેવાય છે કે વાઘેલા દરબાર કુળની કુળદેવી ઇસમાની માતાનું મંદિર જ્યાં આવેલું છે તે ડુંગર અરવલ્લીની ગિરિમાળાનો અંતિમ પર્વત છે.. ડીસા શહેરથી માત્ર દશેક કિલોમીટર દૂર આવેલા આ મંદિરનો વિકાસ પણ છેલ્લા ઘણા સમયથી સારો એવો થયો છે.. પહેલા ડુંગર પર માત્ર એક મંદિર હતું અને બેસવા માટે થોડી વ્યવસ્થા હતી.. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મંદિરનો સારો એવો વિકાસ કરવામાં આવ્યો છે અને મંદિરમાં ધર્મશાળા તૈયાર કરવામાં આવી છે.. આ ઉપરાંત હવે મંદિર પર વાહનો સાથે ઉપર સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે.. ત્યારે આજે આ મંદિરના જીર્ણોધ્ધાર કર્યાને નવ વર્ષ પૂરા થતાં આજે પણ આ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આજે આ પ્રસંગે ચંદનગિરિ મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. 

Download Our B K News Today App



Related News