માણસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભીખાભાઈ પટેલની બિનહરીફ વરણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 11:18:20
  • Views : 253
  • Modified Date : 2021-03-18 11:18:20

માણસા તાલુકા પંચાયતની આજે મળેલી પ્રથમ સામાન્ય સભામાં ભાજપ ના ધોળાકુવા બેઠકના વિજેતા ઉમેદવાર ભીખાભાઇ પટેલને પ્રમુખ પદે અને ઉપ-પ્રમુખ તરીકે
માણેકપુર બેઠકના વિજેતા મહિલા ઉમેદવાર જ્યોત્સનાબેન ચૌધરીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અને આ સાથે જ ભાજપે તાલુકા
પંચાયતના સત્તાના સૂત્રો સંભાળી લીધા છે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ભાજપના અગ્રણીઓએ ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આજે પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતની ૨૬ બેઠકોના ૨૫ ઉમેદવારોની ઉપસ્થિતિ માં એજન્ડા મુજબ પ્રમુખ અને
ઉપપ્રમુખ પદ માટે વરણી કરવા માટેની કામગીરી ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર એ.આર. ઝાલા ના અધ્યક્ષ સ્થાને અને તાલુકા વિકાસ અધિકારી ની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદ માટે ધોળાકુવા બેઠકના ભીખાભાઇ પટેલ અને
ઉપપ્રમુખ પદ માટે માણેકપુર બેઠકના જ્યોત્સનાબેન ચૌધરી દ્વારા ફોર્મ ભરાયા હતા તે સિવાય કોઈ નું ફોર્મ ભરાયું ન હોવાથી ભાજપે બંનેના મેન્ડેટ રજૂ કરતા ચૂંટણી અધિકારીએ આ બંને ઉમેદવારોને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા અને આ સાથે જ પ્રમુખ પદ કોને મળશે તે આતુરતાનો અંત આવ્યો હતો તો નવા કારોબારી ચેરમેન તરીકે વેડા બેઠકના ગાભુસિંહ ઠાકોર ના નામની પણ ઘોષણા કરવામાં આવતા નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ને પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ, દૂધસાગર ડેરીના ડિરેક્ટર યોગેશ પટેલ,જે.એસ.પટેલ સહિત ચૂંટાયેલા સભ્યો, પક્ષના અગ્રણીઓ અને કાર્યકરોએ ત્રણેને ફૂલહાર કરી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News