જામનગરના બીના કોઠારીને લોટરી લાગી, સંઘ સાથેનો નાતો અને રામ મંદિરની કામગીરીથી મેયર પદે બિરાજ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 14:56:43
  • Views : 322
  • Modified Date : 2021-03-12 14:56:43

    જામનગરના નવા મેયર તરીકે બીના કોઠારીની વરણી કરાઇ છે. મેયર બીના કોઠારીના સસરા ધીરુ કોઠારી જનસંઘથી સંઘ પરિવાર સાથે જોડાયેલા હતા. ત્યારબાદ તેમના પતિ અશોક કોઠારી પણ સંઘ પરિવારમાં કામ કરી રહ્યા છે અને હાલ રામ જન્મભૂમિના નિર્માણને લઇ શહેરમાં રામ જન્મભૂમિની કામગીરીમાં યોગદાન આપી રહ્યા છે.

    મેયર બીના કોઠારીએ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે અને હાલ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ડિગ્રી કરી રહ્યા છે. બીનાબેન કોઠારીના સસરા ધીરુ કોઠારી બાદ તેમના પતિ અશોક કોઠારી પણ સંઘ સાથે કામગીરી કરી રહ્યા છે અને રામ જન્મભૂમિ નિર્માણમાં પોતાની કામગીરીનું યોગદાન આપી રહ્યા છે.જામનગર મહાનગરપાલિકામાં મેયર પદે બીના કોઠારી વરણી થઈ છે. જ્યારે જામનગરના ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર અને સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે મનીષ કટારીયાને નિમણૂંક કરવામાં આવ્યા છે. જામનગરમાં શાસક પક્ષના નેતા તરીકે કુસુમ પંડ્યા તેમજ મનપાના દંડક તરીકે કેતન ગોસરાણીની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી દ્વારા આ નામોની જાહેરાત કરવામાં આવી છે.

    જ્યારે શહેરમાં મહાનગરપાલિકાના મેયર માટે સૌથી વધુ જ્ઞાતિ સમીકરણ રહ્યું છે. જેમ કે જૈન સમાજમાંથી મેયરપદ આપવાનું નિશ્ચિત મનાઇ રહ્યું હતું, ત્યારે બે ટર્મ કોર્પોરેટર રહેલા બીના કોઠારી સિનિયર તરીકે પણ રહેલા છે અને જૈન સમાજમાંથી જ મહિલા પદ આપવાનું હોવાથી બીના કોઠારી મેયરપદની નિમણૂક કરવામાં આવી રહી છે. બીજી બાજુ સંઘ પરિવારનો નાતો પણ મેયર બનાવવામાં કામ લાગ્યો છે.

Download Our B K News Today App



Related News