જસરામાં અદ્યતન સરકારી પ્રાથમિક શાળા અને આરોગ્ય ભવનના બિલ્ડીંગનું લોકાર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 11:58:13
  • Views : 260
  • Modified Date : 2020-12-12 11:58:13

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓમાં
પાયાની દરેક સુવિધાઓ
ઉપલબ્ધ થાય એવા ઉમદા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગામડાઓમાં પાકા રોડ પીવાનું શુદ્ધ પાણી લાઈટ આરોગ્ય માટે વિવિધ સેન્ટરો તેમજ શિક્ષણ માટે આધુનિક સુવિધા સભર શાળાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે લાખણી તાલુકાના જસરા ગામમાં ગામના ઉત્સાહી સરપંચ મહેશભાઈ દવે દ્વારા જસરા ગામના લોકોની સુખાકારી માટે અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જૂની પ્રાથમિક શાળા હતી
પણ જે ૨૦૧૫ માં આવેલ
પુરમાં ડેમેજ થઈ હતી. ત્યારે સરકારમાં રજુઆત કરતાં સરકારે ૧ કરોડથી વધારે ખર્ચ વાળી અદ્યતન પ્રાથમિક શાળા મંજુર કરવામાં આવી હતી. જેનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે આરોગ્ય ભવન પણ પુરમાં ડેમેજ થયેલ હોવાથી તેનું પણ સ્થળાંતર કરીને નવીન આરોગ્ય ભવન તૈયાર કરવામાં આવ્યું. આ બન્ને સુવિધાઓ બુઢેશ્વર નગરમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.  
આ બન્ને વિકાસના કામોનું  ડીસાના ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યા, દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ ગઢવી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ
પરમાર, લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને બનાસડેરીના ડિરેક્ટર ધુડાભાઈ પટેલના વરદહસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ અને લાખણી તાલુકા પંચાયતના
પૂર્વપ્રમુખ મહેશભાઈ દવેએ ગુજરાત સરકાર અને આવનાર સૌ મહાનુભવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News