કમિશ્નર મેડમ, મેયર પતિની બિલ્ડીંગમાં તમારી ભાગીદારી છે ઃ પિન્કી પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-05 11:01:30
  • Views : 395
  • Modified Date : 2021-01-05 11:01:30

શહેરના સેક્ટર ૧૧માં મેયરના પતિ દ્વારા બનાવવામાં આવેલી સ્કાયલાઇન બિલ્ડીંગ હવે શહેરભરમાં ચર્ચાસ્પદ બની છે. વિકાસ પરવાનગી વિનાની બિલ્ડીંગ ઉપર મહાપાલિકાના કમિશ્નર, ડે.કમિશ્નર, ટાઉન પ્લાનર સહિતનુ તંત્ર એક કાંકરી પણ ઉખાડી શકતુ નથી. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આ બાબતે  સોમવારે કમિશ્નરને લેખિત રજૂઆત કરાઇ હતી. ત્યારે કોર્પોરેટર  પિન્કી પટેલે કહ્યુ હતુ કે, કમિશ્ન્રર મેડમ તમારી બિલ્ડીંગમાં ભાગીદારી છે એટલે તમારા હાથ બિલ્ડીંગ ઉપર કાર્યવાહી કરવા ટૂંકા પડી રહ્યા છે.
પાટનગરમા ગેરકાયદેસર કામગીરી કરનારને નુકશાની વેઠવી પડે છે. પરંતુ મેયરના
પતિનુ બિલ્ડીંગ આખુ
ગેરકાયદેસ હોવા છતા મહાનગર પાલિકાનુ તંત્ર એક કાંકરી ઉખાડી શકતુ નથી, તેટલુ વામણુ બની ગયુ છે. વોર્ડ ૭ના કોર્પોરેટર પિન્કીબેન પટેલ દ્વારા આ બાબતે અગાઉ અનેક વખત જુનિયર ટાઉન પ્લાનરને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અધિકારી જાણે મેયર
પતિના બિલ્ડીંગને છાવરતી હોય તેમ પરત જવાબ આપવાનુ મુનાસીબ સમજ્યુ ન હતુ.
કોંગ્રેસના તમામ કોર્પોરેટર દ્વારા આજે સોમવારે કમિશ્નર રતનકવર ગઢવી ચરણને રજૂઆત કરી હતી. તે દરમિયાન પિન્કીબેન પટેલે કમિશ્ન્રર રતનકવરને જણાવ્યુ હતુ કે, અનેકવાર રજૂઆત કરવા છતા તમારા હાથ બારીમાંથી સામે દેખાતી મેયરના પતિ દ્વારા બનાવવામાં આવેલી સ્કાયલાઇન બિલ્ડીંગ સુધી પહોંચતા નથી. શુ
આપની પણ આ બિલ્ડીંગમાં ભાગીદારી છે ?. પિન્કી પટેલે કહ્યુ હતુ કે, મેયર રીટા પટેલ અને કમિશ્નર રતનકવર ગઢવીચરણ જ્યારથી મહાનગરપાલિકામાં બેઠા છે ત્યારથી ભ્રષ્ટ્રાચાર કરવામાં માઝા મુકી દીધી છે.

Download Our B K News Today App



Related News