સરઢવ સરપંચે ટ્યુબવેલની ઓરડીના ખોટા બીલ બનાવી કૌભાંડ આચર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:54:43
  • Views : 292
  • Modified Date : 2021-03-19 11:54:43

સરઢવ ગ્રામ પંચાયત ઉગમણી ભાગોળે બનાવવામાં આવેલા ટ્યુબવેલ બનાવ્યા બાદ ખોટા બીલ બનાવી સરપંચ દ્વારા ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવ્યો છે. વિશ્વકર્મા ટ્રેડર્સ એન્ડ કન્સ્ટ્રક્શનના નામે બે વાર બીલ બનાવી રૂપિયા હડપ કરવામા આવ્યો છે. જેને લઇને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રબારીવાસમાં સીસી રોડને લોક ભાગીદારીથી બનાવાયો હોવા છતા તેને પંચાયતના સ્વભંડોળમાંથી કામગીરી કરી હોવાનુ બતાવી કૌભાંડ આચર્યુ છે.
સરકાર દ્વારા દ્વારા લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ ગામડાનો વિકાસ કરવા માટે આપવામાં આવે છે. પરંતુ ભ્રષ્ટ્ર સરપંચ તેનો ઘર ભરવામાં ઉપયોગ કરતા હોય છે. ત્યારે ગાંધીનગર તાલુકાના સરઢવ ગામમાં આજ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે. ગામમાં વર્ષ ૨૦૧૮/૧૯ દરમિયાન ગામના સરપંચ ઉષાબેન મનુભાઇ પટેલ દ્વારા ટ્યુબવેલ માટે એક ઓરડી બનાવાઇ હતી. જેનુ બીલ ૨.૮૫ લાખ મુકવામાં આવ્યું હતંુ. જ્યારે ઓરડી માત્ર ૮૫ હજારની અંદાજવામાં આવી છે.
ગ્રામ પંચાયતના સદસ્ય કનુભાઇ બાબુભાઇ પટેલે આ બાબતે તત્કાલિન તાલુકા વિકાસ વિકાસ અધિકારીને રજૂઆત કરાઇ હતી. કૌભાંડની રજૂઆતની ખબર પડતા જ સરપંચ દ્વારા ખોટા બીલમાં સુધારા કરવામાં આવ્યા હતા. જેમાં શરૂઆતમા બીલ નંબર ૧૪૧ ગત ૨૨ જૂલાઇ ૨૦૧૮ના રોજ બની હતી. ત્યારબાદ આજ બાબતનુ બીલ નંબર ૧૫૬માં બતાવવામાં આવ્યુ છે. જ. બીલ વિશ્વકર્મા ટ્રેડર્સ એન્ડ કન્સ્ટ્રક્શનના નામે બનાવ્યુ છે. જેમાં ગોળાટા કરાયા છે. બંને અલગ અલગ બીલમા એક જ ચેક નંબર ૩૭૬૫૦૫ દેના ગ્રામીણ બેન્કના નામનો આપવામાં આવ્યો છે.
બીજી તરફ અંબાજી માતાજીના મંદિર સામે ઉગમણી ભાગોળે આવેલા રબારી વાસમાં સમાજના લોકફાળાથી આરસીસી રોડ બનાવાયો છે.
પોતાની માલીકીની જમીનમાં સ્વભંડોળમાંથી કામ થઇ શકે નહિ. તેમ છતા સરપંચે ભ્રષ્ટાચાર કરવા માટે ઓરડીના બીલ ભેગો રોડ બતાવી દેવામાં આવ્યો છે. આરસીસી રોડના બીલ ઓરડીના એસ્ટીમેન્ટમાં ઉધારવામાં આવ્યા છે. ત્યારે તમામ પુરાવાના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઇ છે. ભ્રષ્ટાચારી સરપંચને હોદ્દા પરથી દૂર કરી ગામને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માંગ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News