ડીસામાંથી મોટર સાયકલ ચોરાઈ જતા નોંધાઈ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 07:03:22
  • Views : 499
  • Modified Date : 2019-04-12 07:03:22


ડીસા શહેરમાંથી ડો. આસ્નાનીના દવાખાના પાસેથી  મોટર સાયકલ ચોરાઈ જતા ડીસા ઉતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પામી છે.
મળતી માહિતી મુજબ ૦૧/૦૪/૨૦૧૯ દીનારામ ગલારામ જોષી, તા. રેવદર, જિ. શિહોરી વાળા તેમજ તેમના પત્ની શિલ્પાબેન સાથે પોતાના વતન સોનેલાથી ડીસા મુકામે ડોક્ટર આસમાની દવાખાનામાં તેમના સાસુનું ઓપરેશન હોય, મોટર સાયકલ નં. આર.જે. ૧૬ એસ.સી. ૮૭૯૬ લઇ
બપોરના બાર વાગ્યાના સુમારે આવેલા અને હોસ્પિટલની નીચે પોતાનું બાઇક પાર્ક કરી હોસ્પિટલમાં ગયા હતા. પરંતુ આશરે ચારેક વાગ્યાના સુમારે તેમણે ઘરે જવાનું હોય તે અને તેમની પત્ની હોસ્પિટલ નીચે આવેલ અને નીચે આવીને જોતા તેઓનું બાઈક ફિલ્મ જે જગ્યાએ પાર્ક કરેલ હતું ત્યાં ન હોવાથી તેમણે આજુબાજુ ખાતરી તપાસ કરી હતી તેમજ તેમના મોટરસાયકલ અંગે તેમના સંબંધીઓને વાત પણ કરી પરંતુ મોટરસાયકલ વિશે કંઈ હકીકત મળી આવેલ નહીં. તેમજ આજ દિન સુધી કોઈ હકીકત મળે ન હોય તેમજ જણાવેલ મોટરસાયકલનો વીમો પૂરો થઈ ગયેલ હોય જે તે વખતે ફરિયાદ આપેલ ન હતી. પરંતુ ગતરોજ  ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે મોટરસાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ આગળની કાર્યવાહી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના એમ.જી. રાવળ ચલાવી રહ્યા છે.


Download Our B K News Today App



Related News