ડીસા થી બાઇકની ચોરી કરનાર બહુચરાજી થી જડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-20 12:38:21
  • Views : 356
  • Modified Date : 2022-08-20 12:38:21


ડીસા ના નવીન બસસ્ટેન્ડ ખાતે પાર્ક કરાયેલા બાઇક ને અજાણ્યો ઇસમ ચોરી જતા આ મામલે બાઇક માલિકે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના થોડા દિવસ બાદ આ 


ઇસમ બહુચરાજી ખાતે થી ચોરીના બાઇક સાથે ઝડપાઇ જતા બાઇક માલિકે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે


ડીસા શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી ગેંગ સક્રિય બની છે અને એક બાદ એક અનેક વાહનોની રોજબરોજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને ડીસા શહેરી વિસ્તારના સાઈબાબા મંદિરથી જલારામ મંદિર સુધી છેલ્લા એક મહિનામાં અનેક બાઇકોની ઉઠાનતરી થઈ છે ત્યારે ડીસા ખાતે રહેતા અને માટીકામ કામ કરતા ઇસ્માઇલ કરિમભાઈ સુંમરા  અમદાવાદ ખાતે હતા તે દરમિયાન તેમના દીકરા ઇરફાને ફોન કરી જણાવેલ કે આજે બપોરના સુમારે  તેમનું હીરો બાઇક નમ્બર જી જે ૦૮બી સી ૮૬૯૭ પાર્ક કરી બસ ડેપો માં ગયા હતા અને થોડીવાર બાદ પરત આવતા પાર્ક કરેલ બાઇક ત્યાં મળી આવેલ નહિ જેથી આસપાસ પણ તપાસ બાદ બાઇક નો ક્યાંય પતો લાગેલ નહિ જેથી બાઇક ચોરી થયા નું માલુમ પડતા આ બાબતે ઇરફાને બાઇક ડીસા ઉત્તર પોલીસ મથકે પોતાના બાઇક  ચોરી થયા ની જાણવા જોગ ફરિયાદ  કરેલી જોકે ત્યારબાદ ઇસમાલભાઈ ડીસા ગવાડી વિસ્તાર માં આવેલ  પોતાના ઘરે હતા તે દરમિયાન ડીસા દક્ષિણ પોલીસ મથકે થી તેમના ઉપર  ફોન આવેલો કે તમારું બાઇક ચોરી જનાર ઇસમ બહુચરાજી ખાતે થી બાઇક સાથે ઝડપાઇ ગયેલ છે જેથી ઇસ્માઇલભાઈ એ પોતાનું બાઇક ચોરી જનાર જીતેન્દ્રસિંહ કનુભા ઝાલા રહે.ગુંજાલા તા.દેત્રોજ વાળા વિરુદ્ધ પોતાની માલિકીનું ૩૦ હજાર ની કિંમત નું બાઇક ચોરી જવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


Download Our B K News Today App



Related News