ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે સ્વીફ્ટ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-03 11:58:04
  • Views : 251
  • Modified Date : 2022-05-03 11:58:04


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા શહેરના નેશનલ હાઈવે પર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં અત્યાર સુધી સૌથી વધુ અકસ્માતનો ભોગ બાઈક સવારો બન્યા છે વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને પણ ભેટે છે ત્યારે ડીસા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક બાઇક સવારોને અકસ્માત નડ્યો છે જેમાં ક્યાંક આવા અકસ્માતોમાં બાઈક સવારો ઈજાગ્રસ્ત થયા છે તો ક્યાંક મોતને પણ ભેટે છે ત્યારે વારંવાર જતા અકસ્માતોને લઈ હવે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા શહેરના રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલ ગણેશ કૃપા સોસાયટી પાસે બન્યો હતો જેમાં ગણેશ કૃપા સોસાયટી ની સામે વળાંકમાં બુલેટ સવાર પોતાનું બાઇક વાળવા જતા રાજ મંદિર સામેથી આવી રહેલ સ્વીફ્ટ કારના ચાલકે બુલેટ સવારને અડફેટે લીધો હતો જ્યાં બુલેટ સવાર બાજુમાં રોડની સાઈડમાં પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે સ્વીફ્ટ કારના ચાલક થાંભલા સાથે અથડાતા સ્વીફ્ટ કારના કુરચે-કુરચા ઉડી ગયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત બુલેટ સવારને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

Download Our B K News Today App



Related News