ડીસા શાકમાર્કેટમાં દુકાન આગળ પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 11:45:49
  • Views : 261
  • Modified Date : 2022-03-31 11:45:49

ડીસા શહેરમાં આવેલ શાકમાર્કેટમાં દુકાન આગળ પાર્ક કરેલ બાઇકની કોઇ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી જતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવા પામી છે.

 

ડીસા સહિત સમગ્ર જીલ્લામાં વાહન ઉઠાંતરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં હવે ચોર ટોળકી સક્રિય બની છે અને એક બાદ એક અનેક નાની-મોટી ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે ત્યારે ખાસ કરીને હવે ચોર ટોળકી વાહનોને ટાર્ગેટ કરી રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા શાકમાર્કેટમાં દુકાન આગળ પાર્ક કરેલ બાઇકની કોઇ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી જતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. આ અંગેની વિગત જોઇએ તો, ડીસાના ધુળીયા કોર્ટ, વીરકૃપા સોસાયટીમાં રહેતાં અશોકભાઇ હરજીભાઇ માળી ડીસા શાકમાર્કેટમાં ભાડાથી દુકાન લઇ વેપાર કરે છે. તેઓ પોતાનું બાઇક લઇ શાકમાર્કેટમાં આવેલ ખુલ્લી જગ્યામાં દુકાન આગળ પાર્ક કરેલ હતું. જ્યારે રાત્રીના ૮ વાગે પરત આવી પાર્ક કરેલ જગ્યાએ બાઇક ન મળી આવતાં તેઓએ આજુબાજુમાં તપાસ કરી હતી. જ્યારે બાઇક મળી ન આવતાં કોઇ અજાણ્યો શખ્સ બાઇકની ઉઠાંતરી કરી ગયો હોવા અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News