પાલનપુરમાં બાઇકમાં પેટ્રોલ પુરતી વખતે આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-29 10:51:17
  • Views : 695
  • Modified Date : 2019-05-29 10:51:17

પાલનપુર એરોમા સર્કલ નજીક અમદાવાદ હાઇવે નજીક આવેલા એક પેટ્રોલ પંપે મંગળવારે ચાલુ બાઇકમાં પેટ્રોલ પુરતી વખતે આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે, કર્મચારીએ અગ્નિસામક સાધનથી ત્વરિત આગ બુજાવી દેતાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી.સુરતની બિલ્ડીંગમાં લાગેલી આગ બાદ બનાસકાંઠા જિલ્લામાં તંત્ર દ્વારા તમામ જાહેર બિલ્ડીંગો સહિતના સ્થળે અગ્નિસામક સાધનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે શહેરમાં આગની ઘટનાઓ પણ બની રહી છે. જ્યાં બે દિવસ અગાઉ આબુ હાઇવે નજીકની બિલ્ડીંગની લીફટમાં આગ લાગી હતી. જે બાદ મંગળવારે પાલનપુર- અમદાવાદ હાઇવે નજીક આવેલા એમ. એ. માસ્ટર પેટ્રોલ પંપે એક યુવક પોતાનું બાઇક ચાલુ રાખી પેટ્રોલ પુરાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. જોકે, આગ વધુ પ્રસરે તે પહેલાં પેટ્રોલ પુરતાં અન્ય કર્મચારીએ દોડી આવી અગ્નિસામક સાધન વડે આગ બુજાવી દેતાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી.


Download Our B K News Today App



Related News