દાંતા-પાલનપુર વચ્ચે બાઈક સ્લીપ ખાતા બાઈક ચાલકનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-10 11:34:41
  • Views : 334
  • Modified Date : 2021-06-10 11:34:41

     કોરોના વાયરસની મહામારી અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી હતી જે બાદ બનાસકાંઠા જિલ્લામાં હાલમાં માર્ગ અકસ્માતના બનાવમાં ફરી એકવાર લોકો પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ માર્ગ અકસ્માતના બનાવો બાઈક સવારો ના સામે આવી રહ્યા છે મોટા હેવી વાહનોના ગભલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અને બાઇક સવારો મોતને ભેટ્યા છે તો ક્યારેક પુરપાટ ઝડપે ચલાવતા બાઈક સવારો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવો જ એક અકસ્માતનો બનાવ ગત મોડીરાત્રે દાંતા પાલનપુર હાઈવે પર સર્જાયો હતો જેમાં બાઈક સવાર પાલનપુર થી દાંતા તરફ જઈ રહ્યો હતો તે સમયે મોટાસાડા ગામ નજીક બાઈક સવાર બાઈક પર કાબૂ ગુમાવતા તેનો બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઇક સવાર જમીન પર પટકાતા તને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું આ અકસ્માત સર્જાતા ની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી વાલી વારસાને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News