બિહારની 16 વર્ષની પુત્રી દિવ્યાંગ પિતાને વ્હીલ ચેરમાં બેસાડી તેમની અંતિમ ઇરછા પૂર્ણ કરાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-26 14:31:35
  • Views : 314
  • Modified Date : 2020-11-26 14:36:47

બિહારના પટણાથી પોતાના દિવ્યાંગ પિતાને વ્હિલચેરમાં બેસાડી અમૃતસર સૂર્વણ મંદિરના દર્શન કરાવવા નીકળેલી 16 વર્ષની દીકરી બુધવારે પાલનપુર આવી પહોંચી હતી. જ્યાં શહેરના સેવાભાવી ગૃહસ્થે તેમના ઘરે રહેવાની વ્યવસ્થા કરી હતી.પંજાબના લુધીયાણાના મુળ રહેવાસી અને હાલ બિહારના પટણામાં રહેતા દિવ્યાંગ કુલદિપસિંહ રાઠોડ તેમની દિકરી ટીના સાથે ભૂજમાં પોતાના પગમાં કેલીઅર ફીટ કરાવવા આવ્યા હતા. જોકે, દીકરી કોરોનામાં સપડાતાં તે સાજી થઇ જાય તે માટે પિતાએ અમૃતસર સૂર્વણ મંદિરના દર્શન કરવાની બાધા રાખી હતી. જે બાધા પુરી કરવા બંને પિતા-પુત્રી નીકળ્યા છે. જેઓ બુધવારે પાલનપુર આવી પહોંચ્યા હતા.જોકે, વ્હીલચેરનું પૈડુ ખરાબ થતાં પાલનપુર ફાંસીયા ટેકરા સ્થિત ગુરૂનાનક દરબારમાં રાત્રિ રોકાણ માટે ગયા હતા. જોકે, વ્યવસ્થા ન હોવાથી સેવાદાર સુરેન્દ્ર ટીલવાણી અને તેમના પુત્ર ધીરજ ટીલવાણીએ પોતાના ઘરે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી હતી.

Download Our B K News Today App



Related News