અમીરગઢ પોલીસને મળીમોટી સફળતા : 87 કિલો પોષ-ડોડા સાથે બે ઇસમો અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:04:45
  • Views : 237
  • Modified Date : 2022-04-03 11:04:45

અમીરગઢ પોલીસને મળીમોટી સફળતા : 87 કિલો પોષ-ડોડા સાથે બે ઇસમો અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા

6 લાખ 52 હાજર નો કુલ મુદ્દામાલ કબ્જે લઈ અમીરગઢ પોલીસે કાયદેસર હાથ ધરી

 

અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર અને અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં પોષ વદ ડોડા લઈ જતા બે ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે જેમાં પોલીસે 87 કિલો પોસ ડોડા સાથે કુલ મુદ્દામાલ 6.52 લાખનો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

બનાસકાંઠા પોલીસ દરેક સરહદી બોર્ડર પર વધુ સક્રિય બનતા અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર અમીરગઢ પી એસ આઈ એમ કે ઝાલા સ્ટાફ સાથે રૂટીન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાની તરફથી આવતી પી કપ ડાલા ઉપર સક જતાં ફરજ પરના પોલીસ કર્મીઓ દ્વારા તેને રોકવી તપાસ કરતા તેમાં શાકભાજી ના ખાલી કેરેટ ભરેલ હતા અને તેની નીચે કાળા કલરના પાંચ કટ્ટા રાખેલ હતા જેમાં તપાસ કરતા નશીલા પદાર્થ અને ગુજરાત સરકારે બેન લગાવેલ છે એવા માદક પદાર્થ ગણાતા પોષ ડોડા  ભરેલ હતા પકડાયેલ પોષ ડોડા અને તેને ગુજરાતમાં લઈ જનાર બે ઇસમોની અટકાયત કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતા એસ ઓ જી અને સી પી આઈ ને જન કરવામાં આવેલ હતી પોલીસ દ્વારા પોષ ડોડા ને તોલમાપ કરતા 87.850 કિલો હતા જેની કિંમત કિલોદીઠ પાંચ હજાર આંકતા 4,39,250 સહીત કુલ મુદ્દામાલ 6,52,800 નો કબજે લઈ અમીરગઢ પોલીસ દ્વારા પકડાયેલ આરોપી સામે ગુનો નોધી આગળની કાર્યવાહી આરંભી છે

Download Our B K News Today App



Related News