NIA તપાસમાં મોટો ખુલાસો: અંબાણીના ઘરની બહાર PPE કિટ પહેરેલ શખ્સ વઝે જ હતા?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 12:56:17
  • Views : 360
  • Modified Date : 2021-03-15 12:56:17

    મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા ની બહાર મળેલા વિસ્ફોટક કેસમાં એનકાઉન્ટર સ્પેશયાલિસ્ટ સચિન વઝેને ધરપકડ કરી. આ કેસમાં તપાસ કરી રહેલ NIA દરરોજ ચોંકાવનારા ખુલાસા કરી રહ્યું છે. NIAને શંકા છે કે PPE કિટ પહેરીને જે શખ્સે અંબાણીના ઘરની બહાર સ્કોર્પિયો છોડી હતી તે સચિન વઝે જ હતા. હાલ આ સંદર્ભમાં તપાસ ચાલી રહી છે. તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે જે સ્કોર્પિયોમાં વિસ્ફોટક મળ્યા હતા તેની નંબર પ્લેટ બદલાય ગઇ હતી. આ નંબર પ્લેટ પર અંબાણીના જગુઆર નો જ નંબર લખેલો હતો. 

    NIA સૂત્રોનું કહેવું છે કે જે શખ્સને સીસીટીવીમાં એન્ટિલિયાની પાસે પીપીઇ કિટમાં સ્કોર્પિયો ઉભી કરીને જોતા જોયા તે સચિન વઝે હતા કે નહીં. NIA તેની ઉપસ્થિતિને લઇ તપાસ કરી રહ્યું છે. સીસીટીવી ફૂટેજને બારીકાઇથી તપાસી રહ્યા છે જેથી કરીને પ્રશ્નોના જવાબ સ્પષ્ટ થઇ શકે.

    તો બીજીબાજુ NIAના અધિકારીઓએ કહ્યું કે મહિન્દ્રા સ્કોર્પિયો પર રજીસ્ટર્ડ પ્લેટ વાસ્તવમાં અંબાણીની સિક્યોરિટી ફ્લીટમાં સામેલ એક જગુઆરથી સંબંધિત છે. SUV 25 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યા બાદથી ઘટનાસ્થળ પર ઉભી કરી દેવાઇ. જે લોકો તેને ત્યાં લઇ ગયા હતા તેઓ ત્યાંથી બીજી કારમાં બેસીને જતા રહ્યા. આ બીજી કાર ઇનોવા હતી. સચિન વઝેની ધરપકડ બાદ પોલીસે ઇનોવા સીઝ કરી દીધી.મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીના મતે આ કેસ પહેલાં જ દિવસથી મહારાષ્ટ્ર એટીએસની પાસે જવો જોઇતો હતો, કારણ કે જિલેટિન મળવાના લીધે એક તો આ કેસને ટેરર એંગલથી ઇન્વેસ્ટિગેશન જરૂરી હતું. બીજુંતમામ સીસીટીવી ફૂટેજ પરથી એ સાબિત થઇ ગયું હતું કે સ્કોર્પિયો ગાડી અનેતેની સાથે આવેલી ઇનોવો ગાડી થાણેથી એક સાથે નીકળી હતી. ઇનોવા પાછી થાણેના રસ્તેથી જ ગાયબ થઇ. મતલબલ આ કેસની તપાસનો દાયરો મુંબઇ સિવાય થાણે પણ હતો.

    જ્યારે ઇનોવાની વાત આવી તો કહેવું જરૂરી છે કે શનિવાર રાત્રે મુંબઇમાં એનઆઇએ પરિસરમાં એક ઇનોવા ગાડી ઉભેલી દેખાઇ. જેને આગળ-પાછળથી સર્ચ કરાય રહી હતી. તેના પર પોલીસ લખેલું હતું. કહેવાય છે કે કદાચ આ એ જ ઇનોવા ગાડી છે જેમાં 25 ફેબ્રુઆરીના રોજ સ્કોર્પિયોવાળો આરોપી બેસીને ભાગ્યો હતો.

    સચિન વઝે સાથે જોડાયેલા કેસમાં કેટલાંય ચોંકાવનારા ખુલાસા અને દાવા કરી રહ્યા છે. જેમ કે જે સ્કોર્પિયો ગાડી 25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘરની બહાર છોડી હતી તે કહેવાય છે કે જ્યારે અર્નબ ગોસ્વામીને ગયા નવેમ્બરમાં અનવય નાઇક આત્મહત્યા કેસમાં ધરપકડ કરાઇ હતી ત્યારે સચિન વઝે આ સ્કોર્પિયોને ડ્રાઇવ કરીને અલીબાગ સુધી ગયા હતા.

 

Download Our B K News Today App



Related News