બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ, 500 કરોડથી વધુના બેનામી વ્યવહારોનો ખુલાસો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 13:46:06
  • Views : 85
  • Modified Date : 2024-03-02 13:46:06

ઈન્કમટેક્સ વિભાગે રાજકોટમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. રાજકોટમાં આયકર વિભાગે બિલ્ડર લોબીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. બેનામી વ્યવહારો થતા હોવાની શંકામાં 30 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ થયો છે. ITની તપાસમાં 500 કરોડથી વધુના બેનામી વ્યવહારોનો ખુલાસો થયો છે. બિલ્ડરોના હિસાબની ડાયરીમાં અનેક મોટા રોકાણકારોના નામ ખૂલ્યા છે. જેમના નામો ખુલ્યા તેમની પણ આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં આવશે.આગામી મહિને બેંકરના લોકર ખોલવામાં આવશે.રાજકોટના લાડાણી અને ઓરબીટ ગ્રુપને ત્યાં 4 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. IT વિભાગની તપાસમાં બંન્ને ગ્રુપએ GST ચોરીની શક્યતાને પગલે તપાસ રિપોર્ટ GST વિભાગને સોંપાયો છે.

Download Our B K News Today App



Related News