ગ્રીષ્મા હત્યા કેસને લઈને મોટા સમાચાર: હવે આ તારીખે આવશે ચુકાદો, આજે આરોપીના વકીલ રહ્યા ગેરહાજર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:34:21
  • Views : 488
  • Modified Date : 2022-04-16 11:34:21


સુરત ગ્રીષ્મા હત્યા કેસનો ચુકાદો 21 તારીખે

આરોપીના વકીલ હાજર ન રહેતા ચૂકાદો 21 તારીખે આવશે

6 એપ્રિલે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઇ હતી

12 ફેબ્રુઆરીએ સાંજના સમયે બની હતી ઘટના

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતુ. હવે આ કેસનો ચુકાદો આજના બદલે આગામી 21મી એપ્રિલના રોજ આવશે ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં આરોપીના વકીલ ફેનીલ ગોયાણીના વકીલો કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. અને આગામી 21મી તારીખે આ મામલે કોર્ટ પોતાનો ચુકાદો આપશે . મહત્વનું છે કે, 6 એપ્રિલના રોજ  સેસન્સ કોર્ટેમાં ગ્રીષ્મા હત્યા કેસની બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. 

 

હત્યારાને કડક સજા કરવા માંગ

આપને જણાવી દઈયે કે, હત્યારા ફેનિલ ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હોવાથી તે લગાતાર ગ્રીષ્માનો પીછો કરતો હતો. પંરતુ ગ્રીષ્માને આ વાત નાપસંદ હોવાથી તેને આ અંગે પરિવારને જાણ પણ કરી હતી. 12મી ફેબ્રુઆરીએ જ્યારે ગ્રીષ્માના મોટાબાપા અને તેને ભાઈ ફેનિલને ઠપકો આપવા ગયા ત્યારે હત્યારા ફેનિલે તેમની સાથે મારપીટ કરી હતી. જેથી ગ્રીષ્મા બચાવવા વચ્ચે પડી ત્યારે ફેનિલે તેને પકડીને છરીથી તેનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી.જે બાદ ગુજરાતભરમાંથી હત્યારાને કડક સજા થયા તેવી માંગ ઉઠી હતી. આજના કોર્ટના ચુકાદાથી પરિવાર યોગ્ય ન્યાય અને કડક સજાની માંગ કરી રહ્યો છે

6 એપ્રિલે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઇ હતી

6 એપ્રિલે બંને પક્ષની દલીલો પૂર્ણ થતાં સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના સમગ્ર કેસ અને કોર્ટની ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનિલે કરેલી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ હતી. આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે ડે ટું ડે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી ઉપરાંત સવાલો પૂછવામાં આવ્યા. 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું. ત્યારે પછી બંને પક્ષોની દલીલ શરૂ થઈ હતી. જે એક અઠવાડિયા સુધી ચાલી હતી જે 6 એપ્રિલે પૂર્ણ થઈ હતી.

 

હત્યા કેસમાં કયારે શું થયું?

'આ કેસનો ચુકાદો આજે 16 એપ્રિલના રોજ જાહેર થશે. આ કેસ પુરવાર કરવા માટે નજરે જોનાર મેડિકલ એવિડેન્સ વીડિયોનો પુરાવો, મેડિકલ એવિડેન્સ, ડીએનએનો પુરાવો અન્ય કેટલાક પુરાવા જેવા કે સીડીઆર રેકોર્ટ વગેરે પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી દલીલ રહી છે કે આ કેસ પૂર્વ તૈયારી સાથેનો ઈરાદાપૂર્વકનું કૃત્ય છે. કારણ કે બનાવ  12 ફેબ્રુઆરીના રોજ બન્યો છે પણ ચપ્પુ 6 જાન્યુઆરીના રોજ ખરીદવામાં આવ્યું હતુ. આરોપીને એ ચપ્પુ પૂરતું ન લાગતાં અન્ય એક ચપ્પુ જે 7 ધાર વાળું હતું તે પણ લીધું હતું. અને તે ધારદાર હથિયારથી સુભાષને પેટ પર હુમલો કર્યો હતો જેના કારણે તેના આંતરડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના દિવસે સવારે આરોપી ફેનિલ ગ્રીષ્માના કોલેજ પર પણ ગયો હતો જ્યાં પણ તેની સાથે હથિયાર હતું. પણ ગ્રીષ્મા ક્લાસમાં હોવાને લીધે આરોપી તેને શોધી શક્યો ન હતો. જેથી કોલેજ પર આ કૃત્ય થતું અટકી ગયું પણ ત્યાર પછી તેણે પીછો કરી તેના ઘરે ગયો અને સૌ પ્રથમ ગ્રીષ્માના કાકાને પેટમાં ચાકુ મારી દીધું'

પ્રિ પ્લાન મર્ડર છે તેવી રજૂઆત ફરિયાદ પક્ષ દ્વારા કરવામાં આવી

'આ કેસ સેલ્ફ ડિફેન્સનો નથી તે બાબતની રજૂઆત પણ નામદાર કોર્ટે સમક્ષ કરવામાં આવી હતી. કારણ કે આરોપીએ પોતાના બચાવમાં કીધું હતું કે આ કેસ ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશન અને જુવાન છે તેવી રજૂઆત બચાવ પક્ષ તરફથી કરવામાં આવી હતી. ફરિયાદીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે આ જુવાન છોકરો પ્રિ પ્લાન મર્ડર કરે તે પ્રોફેશનલ કીલરને પણ સરમાવે તેવી રીતે ગ્રીષ્માને મારી નાખી હતી એટલે આને ખૂન જ કહેવાય'.

 

કેસની તપાસ કેવી રીતે થઈ ?

ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસને લઈ SIT ની રચના કરાઈ હતી. જેમાં કુલ 10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. જેનું ડાંગ SPના સુપરવિઝન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. જેમાં 
1 SP, 1 ASP, 2 DySP, 5 PI,1 PSI
દ્વારા કેસની તપાસ હાથ ધરાઈ હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે ફેનિલને સાથે રાખી સુરત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. તેમજ પોલીસે 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતાં. જેમાં 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા હતાં. બીજી આ મામલે કોર્ટમાં ડે ટુ ડે કેસની સુનાવણી થઈ હતી. પોલીસે 7  દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. તેમજ ગ્રીષ્મા કેસમાં 23 પંચનામાં હતા આ સાથે પોલીસે 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતાં. જ્યારે કામરેજ પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. 

 

Download Our B K News Today App



Related News