ઓક્સિજનની અછતથી જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં 20નાં મૃત્યુ, સરોજ હોસ્પિટલના દર્દીઓને રજા અપાઈ રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 13:44:17
  • Views : 243
  • Modified Date : 2021-04-24 13:44:17

    રાજધાની દિલ્હીથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને પગલે શુક્રવારની મોડી રાતે 20 લોકોનાં મૃત્યુ થયાં છે. હોસ્પિટલના ડો. ડી. કે. બલુજાએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ સરકાર તરફથી ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ પણ આગામી બેથી અઢી કલાક સુધી જ ચાલશે. હોસ્પિટલમાં 260 દર્દી દાખલ થયા છે. બીજી તરફ સરોજ હોસ્પિટલના કોવિડ પ્રભારીએ જણાવ્યું હતું કે હવે તેઓ પોતાની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરશે નહિ. ઓક્સિજન ન હોવાને કારણે જૂના દર્દીઓને પણ ડિસ્ચાર્જ કરાઈ રહ્યા છે.

    દિલ્હીમાં ગુરુવારે રાતે 25 દર્દીનાં મૃત્યુ ઓક્સિજનની અછતને કારણે થયાં હતાં. જોકે પછીથી હોસ્પિટલ પ્રશાસને સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે આ દર્દીઓની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ઓક્સિજનની અછતને કારણે તેમનાં મૃત્યુ થયાં નથી. ગંગારામ હોસ્પિટલમાં શુક્રવારે ઓક્સિજનની અછત પણ સર્જાઈ હતી. તાત્કાલિક સરકારે અહીં ઓક્સિજનનો સપ્લાઈ પણ કર્યો હતો.થોડા દિવસ પહેલાં જ ગંગારામ હોસ્પિટલમાં 37 ડોક્ટર્સ કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમાં પાંચ તે જ હોસ્પિટલમાં દાખલ છે અને અન્ય ડોક્ટર્સ હોમ આઈસોલેટ થયા છે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા પ્રમાણે દરેક ડોક્ટર્સમાં માઈલ્ડ સિમ્ટમ્સ છે અને કોઈની પણ હાલત ગંભીર નથી.

    દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 24,331 નવા દર્દી નોંધાયા છે. 23 હજાર 572 લોકો રિકવર થયા છે અને 348 લોકોએ જીવ ગુમાવ્યો છે. પાટનગરમાં એક જ દિવસમાં સંક્રમણને કારણે આટલા બધા લોકોના જીવ ગુમાવવાનો આ સૌથી મોટો આંક છે. અત્યારસુધીમાં અહીં 9 લાખ 80 હજાર 679 લોકો સંક્રમણની ઝપટમાં આવ્યા છે. તેમાંથી 8 લાખ 75 હજાર 109 લોકો સાજા થયા છે, જ્યારે 13,541 લોકોનાં મોત થયાં છે, 92,092 દર્દીઓની સારવાર ચાલી રહી છે.


Download Our B K News Today App



Related News