અમદાવાદમાં ઘર ખરીદનારા માટે મોટા સમાચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-30 15:36:30
  • Views : 87
  • Modified Date : 2023-12-30 15:36:30

અમદાવાદમાં દિવસે દિવસે મકાનના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ઘર ખરીદવા ઈચ્છુક લોકો મોટા સમાચાર આવ્યા છે. હવે અમદાવાદમાં બિલ્ડરો રેરાના નિયમ મુજબ કાર્પેટ એરિયા પ્રમાણે મિલકત વેચાણ કરશે. તેમજ બિલ્ડર સુપર બિલ્ટઅપ એરિયાના કોન્સેપ્ટને બંધ કરવામાં આવશે. તો સોસાયટીમાં જે પ્રાથમિક સુવિધાઓ છે.તેની અલગ કિંમત ચૂકવવી નહિ પડે.જેમાં પાર્કિંગ, ગાર્ડન એરિયા, લિફ્ટ જેવા કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યું છે. તો મકાન ખરીદનારે સ્ટેમ્પ ડ્યૂટી, GST, મેન્ટેનન્સ ડિપોઝિટના ચાર્જ અલગથી ચૂકવવા પડશે. તો બિલ્ડર દ્વારા જે વધારાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેના ચાર્જ અલગથી ચૂકવવો પડશે. તેમજ મિલકતની કિંમતમાં વધારો નહીં થાય તેવો ગીહેડ ક્રેડાઈનો દાવો કરવામાં આવ્યો છે.છતા પણ જો બિલ્ડર વધારે કિંમત વસૂલ કરે છે. તો તમે રેરામાં ફરિયાદ કરી શકો છો.

Download Our B K News Today App



Related News