LRD ભરતીને લઈને મોટા સમાચાર: ફરી કૉલ લેટરની તારીખ બદલાઈ, 3ને બદલે 4 એપ્રિલે કરી શકાશે ડાઉનલોડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-02 13:05:41
  • Views : 194
  • Modified Date : 2022-04-02 13:05:41

લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે.  પરંતુ કોલલેટરને લઇને રોજબરોજ કંઇક નવી જ તારીખો જાહેર કરવામાં આવે છે.  ત્યારે ફરી એકવાર કોલ લેટરની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 4 એપ્રિલના રોજ લોકરક્ષક દળની લેખિત પરીક્ષા માટે કોલ લેટર જાહેર કરાશે તેમ IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે.

અગાઉ કોલ લેટર 1લી એપ્રિલે બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 1લી એપ્રિલને બદલે 3 એપ્રિલ કરવામાં આવી હતી. પરંતુ હજી પણ ફરી એકવાર તારીખ બદલીને 4 એપ્રિલ કરવામાં આવી છે. આ અંગે IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે વનરક્ષકની પરીક્ષામાં ઉનાવા અને ભાવનગરમાં થયેલી ગેરરીતીના બનાવોને ધ્યાનમાં લઇને કોલલેટર મોડા બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેટલા ઉમેદવારો થયા છે પાસ ?

શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે. તમને જણાવી દઈકે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવી શારીરિક દોડ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં બિન-હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 તેમજ હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

 


લોકરક્ષક ભરતીમાં જગ્યાના આઠ ગણા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાના જુના નિયમ મુજબ 85000 ઉમેદવારોની પરીક્ષા લેવાની થાત. નવા નિયમ મુજબ લગભગ 3 લાખ સુધી ઉમેદવારો પરીક્ષા આપશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સેટિંગ માટે પૈસા આપી બેઠા હો તો ભ્રમમાં રહેતા નહીં, કોઈ તમને પાસ કરાવી નહીં શકે. તમે પાસ થશો તો પણ તમારી તાકાતથી અને મફતમાં કોઈ પૈસા લઈ જશે. માટે આગળ આવો અને ફરિયાદ કરો.

 

હેલ્પલાઇન નંબર

9104654217

8401154217

7041454217

9104654216

7041454218


લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના 25 અને લેખિત કસોટીના 100 ગુણ છે. શારીરિક કસોટીમાં ગમે તેટલા ઓછા ગુણ હોય તોપણ લેખિત કસોટીમાં વધુ ગુણ લાવી ઉમેદવાર સફળ થઈ શકે છે. 

 

 

Download Our B K News Today App



Related News