ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર : 300 PSI અને 9 હજાર LRDની થશે ભરતી: હર્ષ સંઘવી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-29 19:13:35
  • Views : 178
  • Modified Date : 2022-10-29 19:13:35

     ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ચૂંટણીપંચ થોડા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. આ દરમિયાન કરાઇ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ ભરતીમાં સામેલ થવા માંગતા ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર માનવમાં આવે છે. આપને જણાવવી દઈએ કે પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ગુજરાત પોલીસ ભરતીને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News