હવામાન વિભાગની મોટી આગાહી ! આગામી 24 કલાકમાં માવઠાની સંભાવના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-19 15:41:14
  • Views : 70
  • Modified Date : 2023-12-19 15:41:14

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તો હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો અમરેલી, રાજકોટ, પોરબંદર,દ્વારકા,કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન ફુંકાય તેવી પણ સંભાવના છે. તો ભેજના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ વાદળ છાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગ શાસ્ત્રી અંબાલા પટેલના જણાવ્યા અનુસાર 23 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News