બજેટમાં મોટી જાહેરાત, ટૂંક સમયમાં પોલીસમાં 14000થી વધુ ભરતી કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-20 16:58:14
  • Views : 48
  • Modified Date : 2025-02-20 16:58:14

ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી કાયદો અને વ્યસ્થાની કથળતી સ્થિતિના ઉદાહરણ સામે આવ્યા છે. આ સિવાય યુવાનો પણ વ્યસનના રવાડે ચઢી રહ્યાં છે. રાજ્યમાંથી છાશવારે લાખો-કરોડોનું ડ્રગ્સ અને માદક પદાર્થો ઝડપાય છે. એવામાં ગુનાખોરીને ઘટાડવા માટે ગુજરાત રાજ્યના 2025-26ના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા સમયે નાગિરકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ જોગવાઈ અને નવી પોલીસ ભરતી માટે મહત્ત્વની જાહેરાત કરી છે. 

Download Our B K News Today App



Related News