ભારત-રશિયાની ક્રૂડ ડીલથી બાઈડન નારાજ:કહ્યું- ભારત અમારુ ખાસ સહયોગી પરંતુ રશિયા સાથેના ક્રૂડના સોદાથી ભરોસો ઘટશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:30:47
  • Views : 322
  • Modified Date : 2022-03-22 11:30:47

ભારત-રશિયાની ક્રૂડ ડીલથી બાઈડન નારાજ:કહ્યું- ભારત અમારુ ખાસ સહયોગી પરંતુ રશિયા સાથેના ક્રૂડના સોદાથી ભરોસો ઘટશે

 

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતની પ્રતિક્રિયાને નબળી ગણાવી છે. તેમણે કહ્યું કે અમેરિકાના બાકીના પાર્ટનરની સરખામણીમાં ભારતનો જવાબ અસ્થિર છે. સોમવારે વોશિંગ્ટનમાં અમેરિકાના બિઝનેસ લીડર્સને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ જો બાઈડને આ વાત કહી હતી. ભારત અને રશિયાની વચ્ચેની ક્રૂડ ઓઈલ ડીલ અંગે બાઈડને કહ્યું કે આ સોદાથી ભારત-અમેરિકાના સંબંધોમાં ભરોસો ઘટશે.

તેમણે ક્વાડ પાર્ટનર દેશોનો ઉલ્લેખ કરતા કહ્યું કે પુતિનની આક્રમકતામાંથી બહાર આવવામાં ભારત અપવાદ સ્વરૂપ થોડુ નબળું રહ્યું. જોકે જાપાન ખૂબ જ સખ્ત રહ્યું છે. તે જ રીતે ઓસ્ટ્રેલિયા પણ કઠોર છે.

ભારતે દરેક મંચ પરથી શાંતિ વાર્તાનો આગ્રહ કર્યો
રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે ભારતની પ્રાથમિકતા પોતાના નાગરિકોની સુરક્ષા અને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાની રહી. વિવિધ મંચ પરથી ભારતે રશિયા-યુક્રેન જંગના સમાધાન માટે વારંવાર અપીલ કરી છે.

ભારતે રશિયા પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી
બાઈડને વધુમાં કહ્યું કે ક્વાડના અન્ય પાર્ટનર- ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાની જેમ ભારતે રશિયા પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી. તેણે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાની વિરુદ્ધ નીંદા પ્રસ્તાવ પર પણ મતદાન કરવાથી ઈન્કાર કર્યો હતો.

બાઈડને નાટો, યુરોપીય સંઘ અને અન્ય મિત્રોની પ્રશંસા કરી
ક્વાડ પછી નાટોનો ઉલ્લેખ કરતા બાઈડને અમેરિકાના નેતૃત્વવાળા નાટો, યુરોપીય સંઘ, એશિયાના પોતાના પ્રમુખ પાર્ટનરની પ્રશંસા કરી, જેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્ધ મોરચો બનાવ્યો. રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં રશિયાની મુદ્રાને નબળી બનાવવા, ઈન્ટરનેશનલ વેપાર અને ઉચ્ચ ટેક્નિકવાળા સામાનો સુધી રશિયાની પહોંચને નબળી કરવા સહિતના ઉદેશ્યથી પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

બાઈડને કહ્યું કે નાટો આજે જેટલુ મજબૂત છે, એટલું ક્યારેય નહોતું. નાટો અને પ્રશાંત ક્ષેત્રમાં એક સંયુક્ત મોરચો છે. પુતિન નાટોને વિભાજિત કરવાના પોતાના ઈરાદામાં સફળ ન રહ્યું.

ભારતીય ઓઈલ રિફાઈનરીઓ દ્વારા રશિયાથી ઘટેલા દર પર ક્રૂડ આયાત કરવાને લઈને થઈ રહેલી ટીકા બાબતે ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ જવાબ આપ્યો છે. એમ કહેવાઈ રહ્યું છે કે અમેરિકા અને પશ્ચિમના દેશો રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યાં છે, બીજી તરફ ભારત ઓઈલની આયાત કરીને તેની મદદ કરી રહ્યું છે. ભારતીય અધિકારીઓએ આ અંગે કહ્યું છે કે ભારત વિશ્વમાં ક્રૂડનો ત્રીજો સૌથી મોટો વપરાશ કરનારો દેશ છે. તેની 85 ટકા ક્રૂડની જરૂરિયાત આયાતથી જ પુરી થાય છે. તેમાં રશિયાથી કરતી આયાત 1 ટકા કરતા પણ ઓછી છે.

 

Download Our B K News Today App



Related News